- સિનમા લવર્સ અને ગેમર્સ માટે LGનું નવું TV
- રિયલ ટાઇમ અપડેટ આપશે
- દર્શકોને આપશે એક સિમલેસ અનુભવ
ન્યૂ દિલ્હી: LGએ સોમવારે એક નવું ટીવી લોન્ચ કર્યું છે જેનું નામ છે 'OLED48CXTV'. આ લોન્ચ કરવાનો ઉદ્દેશ્ય છે કે દર્શકોને એક સિમલેસ અનુભવ આપવાનો છે. આ TVનો ભાવ 1,99,999 રૂપિયા છે.
TVમાં છે Alpha 9 Gen 3 પ્રોસેસર
આ ટીવીમાં LGનું Alpha 9 Gen 3 પ્રોસેસર છે. જે બેલેન્સ્ડ સાઉન્ડ ઇફેક્ટ AI એકોસ્ટિક ટ્યુનિંગ અને સપોર્ટની મદદથી આપશે. TVમાં ગેમિંગને સપોર્ટ કરવા માટે ખાસ ફિચર છે જેમાં હાયર ફ્રેમ રેટ, VRR(વેરિએબલ રિફ્રેશ રેટ) , ALLM(ઑટો લૉ લેટન્સી મૉડ) અને એન્હાન્સ ઑડિયો રિટર્ન ચેનલ સાથે HDMI 2.1 પણ જોવા મળશે.