નવી દિલ્હી: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ દિલ્હી સરકારના મુખ્ય સચિવનેઆમ આદમી પાર્ટી પાસેથી 97.14 કરોડ રૂપિયા અને જાહેરાતની વસ્તુ પર ખર્ચવામાં (AAP party spent 97 crore on advertising) આવેલા વ્યાજ સાથે વસૂલવાનો આદેશ આપ્યો છે. વર્ષ 2016 માં આમ આદમી પાર્ટી શાસિત દિલ્હી સરકાર દ્વારા જાહેરાતો પર સરકારી નાણાં ખર્ચવાની ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારબાદ ઉપરાજ્યપાલે તપાસનો આદેશ આપ્યો હતો. આ મામલો કોર્ટમાં જતા કોર્ટે સરકારી નાણાના દુરુપયોગ વિશે કહી AAPને આ રકમ સરકારી તિજોરીમાં જમા કરવાનો આદેશ (LG ORDERS RECOVERY OF RS 97 CRORE FROM AAP PARTY) આપ્યો.
કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચ્યા:કોર્ટના આદેશને ટાંકીને ઉપરાજ્યપાલે દિલ્હી સરકારના મુખ્ય સચિવ નરેશ કુમારને એક મહિનામાં આમ આદમી પાર્ટી પાસેથી રકમ વસૂલવાનો આદેશ આપ્યો છે. કૉંગ્રેસના નેતા અજય માકને જાહેરાતની વસ્તુમાં સરકારી ભંડોળના ગેરકાયદેસર ઉપયોગ અંગે ફરિયાદ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, દિલ્હી સરકારે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીને જનતા વચ્ચે પ્રોજેક્ટ કરવા માટે સરકારી પૈસાની જાહેરાતમાં કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચ્યા છે.