નવી દિલ્હીઃઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ દિલ્હી સરકારમાં થયેલા વધુ એક કૌભાંડમાં સીબીઆઈ તપાસની મંજૂરી આપી દીધી છે. સીબીઆઈ હવે દિલ્હી સરકારના વન અને વન્યજીવ વિભાગના બે અધિકારીઓ સામે રૂ. 223 કરોડના કથિત એફડી કૌભાંડની તપાસ કરશે. ઓક્ટોબર 2022માં આ મામલો ધ્યાનમાં આવ્યો હતો ત્યારે તેની સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી હતી.
દિલ્હી સરકારના બે અધિકારીઓ સામે તપાસ:સીબીઆઈએ વિભાગ દ્વારા બેંક ઓફ બરોડામાં ફિક્સ ડિપોઝીટના રૂપમાં રૂ. 223 કરોડના રોકાણમાં કથિત ગેરરીતિ અને છેતરપિંડીની તપાસ કરવા માટે કેસ નોંધ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, બેંક ઓફ બરોડાના વરિષ્ઠ બ્રાંચ મેનેજર એલ એ ખાન સહિત વન તેમજ પર્યાવરણ વન્ય જીવ વિભાગના અજાણ્યા અધિકારી અને બેંક ઓફ બરોડાના અજાણ્યા અધિકારી વિરૂદ્ધ આઈપીસીની કલમ 120B, 409, 420, 467, 471 વગેરે કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
223 કરોડ રૂપિયાની ઉચાપતનો આરોપ: દિલ્હી સરકારના વન અને વન્યજીવન વિભાગ તરફથી બેક ઓફ બરોડાની પહાડગંજ બ્રાંચને 223 કરોડ રૂપિયાનું સરપ્લસ ફંડ રિલીઝ મેનેજમેન્ટ બોર્ડ ફંડના નામ પર FDIમાં રોકાણ કરવાના નામે અપાયું હતું. બેંકના વરિષ્ઠ શાખા પ્રબંધક એલ.એ.ખાને બેંક ઓફ બરોડા પહાડગંજ શાખામાં દિલ્હી અર્બન સેન્ટર ઇમ્પ્રૂવમેન્ટ બોર્ડના નામ પરના ખાતામાં રૂ. 223 કરોડ ટ્રાન્સફર કર્યા હતા, જે એક બોગસ એકાઉન્ટ હતું.
શું છે સમગ્ર મામલો: આ અંગેની જાણકારીને જ્યારે હકિકત તપાસવામાં આવી તો જાણવા મળ્યું કે દિલ્હી સરકારના વન વિભાગે ફિકસ્ડ ડિપોઝિટ સ્કીમ જેને રિજ મેનેજમેન્ટ બોર્ડ ફંડના નામથી 223 કરોડ રૂપિયાનું ફંડ મંજૂર કર્યુ હતું. અને, એક વર્ષ પછી, આ રકમ બેંક ઓફ બરોડા પહાડગંજ શાખામાંથી SBI આઈપી એક્સ્ટેંશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે બેંક ઓફ બરોડાના વરિષ્ઠ બેંક મેનેજર એલ.એ.ખાન, વન અને વન્યજીવ વિભાગના એક અજાણ્યા અધિકારીની મદદથી એક બનાવટી પત્ર દ્વારા દિલ્હી અર્બન સેન્ટર ઇમ્પ્રૂવમેન્ટ બોર્ડના ખાતામાં રૂ. 223 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બેંક મેનેજરે રિજ મેનેજમેન્ટ બોર્ડના નામે નકલી એફડીઆઈ યોજનાના પત્રો વન તેમજ વન્ય જીવ વિભાગને જારી કર્યા. તપાસ બાદ બેંક અધિકારીઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. હવે લેફ્ટનન્ટ ગવર્નરે પણ વિભાગના બે અધિકારીઓ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.
- CM Kejriwal: કેજરીવાલના ઘરે પડી શકે EDના દરોડા, AAP સાંસદ અને મંત્રીએ વ્યક્ત કરી આશંકા
- Gyanvapi Survey: ASIએ 4 અઠવાડિયા સુધી રિપોર્ટ હોલ્ડ રાખવાની અપીલ કરી, કોર્ટ આજે આપી શકે છે ચુકાદો