નવી દિલ્હી: રાજધાનીમાં ચાવલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં, લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ દિલ્હી સરકારને ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કરવા સામે રિવ્યુ પિટિશન દાખલ કરવાની મંજૂરી આપી છે. (review petition in Chhawla case )હવે સોલિસિટર જનરલ તુષાર મહેતા આ સનસનાટીભર્યા કેસમાં સરકારનો પક્ષ રજૂ કરશે. ફેબ્રુઆરી 2012માં દિલ્હીના ચાવલામાં દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે 7 નવેમ્બરે આ ગેંગરેપના ત્રણેય દોષિતોને નિર્દોષ જાહેર કર્યા હતા, જ્યારે અગાઉ હાઈકોર્ટ અને નીચલી અદાલતે તેમને ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટે કહ્યું હતું કે ફરિયાદ પક્ષ પૂરતા પુરાવા રજૂ કરી શક્યું નથી.
આરોપીઓને દોષિત ઠેરવ્યા:દિલ્હી સરકાર ચાવલા ગેંગરેપ અને હત્યા કેસમાં ત્રણ આરોપીઓને મુક્ત કરવા અને સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ રિવ્યુ પિટિશન દાખલ કરશે.(SUPREME COURT) લેફ્ટનન્ટ ગવર્નરે કેસનું પ્રતિનિધિત્વ કરવા માટે સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીની નિમણૂકને પણ મંજૂરી આપી છે. ઘટનાના ત્રણ દિવસ બાદ પીડિતાનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો અને તેના શરીર પર ઊંડા ઘા પણ જોવા મળ્યા હતા. આ કેસમાં નીચલી કોર્ટે ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.