ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Letter to Yogi Adityanath: પ્રિયંકા ગાંંધીએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને લખ્યો પત્ર, કહ્યું ઘઉંના ખેડૂતો મુશ્કેલીમાં છે

કોંગ્રેસના મહાચસિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Letter to Yogi Adityanath)ને એક પત્ર લખ્યો છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટરમાં આ પત્ર શેર કર્યો હતો. આ સાથે પ્રિયંકા ગાંધીએ ટ્વિટરમાં જણાવ્યું હતું કે, તેમણે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને એક પત્ર લખીને ઘઉંના ઘેડૂતોની સમસ્યાનું સમાધાન કરવાનો આગ્રહ કર્યો છે.

Letter to Yogi Adityanath: પ્રિયંકા ગાંંધીએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને લખ્યો પત્ર, કહ્યું ખેડૂતો મુશ્કેલીમાં છે
Letter to Yogi Adityanath: પ્રિયંકા ગાંંધીએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને લખ્યો પત્ર, કહ્યું ખેડૂતો મુશ્કેલીમાં છે

By

Published : Jun 21, 2021, 12:13 PM IST

  • કોંગ્રેસના મહાચસિવ પ્રિયંકા ગાંધીએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Letter to Yogi Adityanath)ને લખ્યો પત્ર
  • પ્રિયંકા ગાંધીએ પત્રમાં જણાવ્યું હતું કે, તેમણે મુખ્યપ્રધાનને પત્ર લખીને ઘઉંના ઘેડૂતોની સમસ્યાના સમાધાનનો આગ્રહ કર્યો
  • ઉત્તરપ્રદેશમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીમાં ગરમાવો વધ્યો

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે એટલે કે વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી છે. ત્યારે રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો છે. તાજેતરમાં જ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને (Letter to Yogi Adityanath) પત્ર લખ્યો હતો, જેમાં તેમણે ઘઉંના ખેડૂતોની સમસ્યાનું સમાધાન કરવાનો આગ્રહ કર્યો હતો. આ સાથે જ પ્રિયંકા ગાંધીએ આ પત્ર ટ્વિટર પર પણ શેર કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી રાજ્યમાં ઘઉંની સરકારી ખરીદી પર નિશાન સાધ્યું છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વિટરમાં આ પત્ર શેર કર્યો હતો

આ પણ વાંચો-પ્રિયંકાના નિશાને મોદી સરકાર, કોરોનાથી મોતના આંકડા પર ઉઠાવ્યો સવાલ

ખેડૂતોથી ઓછા ઘઉં ખરીદવામાં આવે છેઃ પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, સમાચારો અનુસાર ઉત્તરપ્રદેશમાં આ વર્ષે કુલ ઉત્પાદિત થયેલા ઘઉં માત્ર 14 ટકા ભાગની સરકારી ખરીદી થઈ છે. ગામમાં ખરીદી બજાર બંધ છે તેમ જ ખેડૂતોથી ઓછા ઘઉં ખરીદવામાં આવે છે.

આ પણ વાંચો-Who is Responsible Campaign - કોરોના વેક્સિન માટે અન્ય દેશ પર આધાર કેમ રાખવો પડે છે? : પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ પંજા બ અને હરિયાણાનું ઉદાહરણ આપ્યું

પ્રિયંકા ગાંધીએ ટ્વિટમાં જણાવ્યું હતું કે, તેમણે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને એક પત્ર લખીને ઘઉંના ખેડૂતોની સમસ્યા પર સમાધાન કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે પંજાબ અને હરિયાણાનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે, આ રાજ્યોમાં કુલ ઉત્પાદનનું 80.85 ટકા સરકાર દ્વારા ખરીદવામાં આવે છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધી માત્ર 14 ટકા જ સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, કોરોનાના કારણે ખેડૂતોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એક ખેડૂતથી એક વારમાં વધુમાં વધુ 30-50 ક્વિન્ટલ ઘઉં જ ખરીદવામાં આવી રહ્યા છે. રાજ્યના અનેક ભાગમાં સતત વરસાદ પણ થઈ રહ્યો છે, જેનાથી ઘટાડાના કારણે ઘઉં સડી જવાનું પણ જોખમ છે. પ્રિયંકા ગાંધીએ મુખ્યપ્રધાનથી 15 જુલાઈ સુધી ખેડૂતોના પાકને ખરીદવાનો આગ્રહ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details