- જૈશ ઉલ હિંદે જવાબદારી સ્વીકારી
- ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટકોથી ભરેલી ગાડી મળી
- ATS અને ક્રાઇમ બ્રાંચની ટીમ સ્થળ પર કરી રહી છે તપાસ
મહારાષ્ટ્ર : દેશના સૌથી ધનિક વ્યક્તિ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બાહર મળી સંદિગ્ધ કાર મામલે આતંકી સંગઠન જૈશ ઉલ હિન્દે જવાબદારી સ્વીકારી છે. આ આતંકી સંગઠને ટેલીગ્રામ એપના માધ્યમથી આ વાતની જવાબદારી સ્વીકારી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ આ સંગઠને દિલ્હીમાં ઇઝરાયલના દૂતાવાસ બહાર વિસ્ફોટ કરવાની પણ જવાબદારી લીધી હતી.
સંદેશો મોકલી તપાસ એન્જસીને પડકાર ફેક્યો
આતંકી સંગઠન જૈશ ઉલ હિન્દે એક સંદેશો મોકલી તપાસ એન્જસીને પડકાર ફેક્યો છે. આ મેસેજમાં લખ્યું હતું કે, રોકી શકતા હોય તો રોકી લો, તમારાથી કશું જ કરી શક્યા ન હતા, જ્યારે દિલ્હીમાં માર્યા હતા. તમે મોસાદ સાથે હાથ મેળવ્યો, તેમ છતા તમારાથી કશું જ ન થયું. તમે લોકો પૂરી રીતે નિષ્ફળ નિવડ્યા છો, અને પણ તમે આગળ પણ અસફળ જ રહેશો. સંદેશાના અંતમાં લખ્યું હતું કે, (અંબાણી માટે) તમને ખબર છે, તમારે શું કરવાનું છે. બસ પૈસા ટ્રાન્સફર કરી દો જે તમને પહેલા જણાવવામાં આવ્યા હતા.
જાણો સમગ્ર ઘટનાની વિગતો