ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આવો જાણીએ...વાંસ ક્રાફ્ટ વિશે કેવી રીતે બને છે વાંસના આભૂષણો.... - bamboo Art

ઓડિશા પોતાની કળા અને સંસ્કૃતિને લઈને દેશમાં એક અલગ ઓળખ ધરાવે છે. ત્યારે આજે આપણે વાત કરીશું ઓડિશાના રાયગડા જિલ્લાના આદિવાસી ક્ષેત્રની જ્યા વાંસ હસ્તકલા વિશેની કહેવાય છે ને કે, જ્વેલરી સુંદરતા વધારવામાં મદદ કરે છે. તેમજ તે લોકોની સંપત્તિ, શક્તિ અને સ્થિતિનું પ્રતીક પણ છે. કેટલાક લોકો માટે આભૂષણએ સ્વંમ અને સર્જનાત્મક અભિવ્યક્તિ માટે કળાનો એક પ્રકાર છે. સામાન્ય રીતે આભૂષણ સોના, ચાંદી અને હીરા વગેરેથી બને છે. પરંતુ તમે ક્યારેય વાંસમાંથી બનાવેલા ઘરેણાં વિશે સાંભળ્યા છે? તો આવો જાણીએ ઓડિશાની એ યુવતિઓ વિશે જે સ્વ મહેનતે વાંસના સુંદર આભૂષણો બનાવી રોજગારી મેળવી આત્મનિર્ભર બની છે.

આવો જાણીએ...વાંસ ક્રાફ્ટ વિશે કેવી રીતે બને છે વાંસના આભૂષણો....
આવો જાણીએ...વાંસ ક્રાફ્ટ વિશે કેવી રીતે બને છે વાંસના આભૂષણો....

By

Published : Jul 19, 2021, 10:06 AM IST

Updated : Jul 19, 2021, 12:18 PM IST

  • ઓડિશાના રાયગડા જિલ્લામાં વાંસ હસ્તકલાની એક અલગ ઓળખ
  • રાયગડા જિલ્લામાં વાંસમાથી આભૂષણ બનાવવાની યુવતીઓ બની આત્મનિર્ભર
  • આભૂષણએ સ્વંમ અને સર્જનાત્મક અભિવ્યક્તિ માટે કળાનો એક પ્રકાર

ઓડિશા:આભૂષણ વ્યક્તિની સુંદરતા વધારવામાં વધારો કરે છે. આભૂષણને સંપતી, શક્તિ અને સ્થિતિનું પ્રતીક પણ માનવામાં આવે છે. કેટલાક લોકો માટે આભૂષણ એ, કલાત્મકતાનો એક ભાગ છે. ઘરેણાં સામાન્ય રીતે સોના, ચાંદી અને હીરાથી બનેલા હોય છે. પરંતુ, તમે ક્યારેય વાંસના દાગીના વિશે સાંભળ્યું છે ?.. તો ચાલો જાણીએ સ્વરોજગારની પ્રેરણાદાયી કહાની પહેલા અમારી પાસે આવકનો કોઈ સ્ત્રોત ન હતો, અમે ઘરે નવરા બેસતા, સ્પર્શ સંસ્થાની મદદથી અમે વાંસના આભૂષણ બનાવવાનું શીખ્યું હતું.

આવો જાણીએ...વાંસ ક્રાફ્ટ વિશે કેવી રીતે બને છે વાંસના આભૂષણો....

વાત કરીએ રાયગડા જિલ્લાના વાંસ ક્રાફ્ટ વિશે....

જી હા, અમે વાંસ ક્રાફ્ટ વિશે વાત કરી રહ્યા છીએ. રાયગડા જિલ્લાના આદિવાસી પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રમાં કોલેજમાં અભ્યાસ કરતી 20 જેટલી યુવતીઓએ વાંસ હસ્તકલામાં આત્મનિર્ભરતાની ભાવના પેદા કરી છે. ચાંડિલી ગામની યુવતીઓએ લોકડાઉન બાદ તેમના પરિવારને આર્થિક મદદ કરવા અને પૈસા કમાવવા, વાંસના આભૂષણ બનાવવાનું શરૂ કર્યું હતું. આ યુવતીઓમાં સંતોષી સ્વંય સહાય સમૂહ...SHGના નેજા હેઠળ કાર્ય કરે છે અને તેઓને NGO સ્પર્શ દ્વારા તેમના આ પ્રયત્નોમાં મદદ કરવામાં આવે છે. અમારા વિસ્તારમાં વાંસ સરળતાથી મળી રહે છે. વાંસના ઘરેણાં ઇકો ફ્રેન્ડલી હોય છે. અમે ઘરેણાં વધુ આરોગ્યપ્રદ બનાવીએ છીએ, જેથી વપરાશકર્તાઓને એલર્જી ન થાય.

આ પણ વાંચો:એક અનોખી આરાધના : ગુરૂગ્રંથ સાહેબજીને સોનાની શાહીથી લખી રહ્યા છે મનકીરત સિંહ

ગ્રામીણ મહિલાઓ માટે આજીવિકાની નવી તક..

સ્પર્શની મદદથી યુવતીઓને NIFT જેવી સંસ્થાના એવોર્ડ વિજેતા, આંતરરાષ્ટ્રીય કક્ષાના માસ્ટર કારીગરોની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આભૂષણને સ્વચ્છ અને સારા બનાવવા માટે આ યુવતીઓ લીંબડો, સોડા અને મીઠામાં વાંસ ઉકાળે છે. આ બાદ તેને સૂકવવામાં આવે છે. દાગીનાને વધુ આરોગ્યપ્રદ બનાવવા માટે તેઓ વારંવાર તે જ પ્રક્રિયાને પુનરાવર્તિત કરે છે, જેથી પહેરનારા લોકોને એલર્જી ન થાય. આ યુવતીઓ વાંસના આભૂષણ સહિત હેડ ક્લિપ્સ, બંગડીઓ, ઇયરિંગ્સ, નેકલેસ વગેરે બનાવવા માટે આધુનિક તકનીકોનો ઉપયોગ કરે છે. અમે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. અમારો હેતુ ગ્રામીણ મહિલાઓ માટે આજીવિકાની નવી તકો પૂરી પાડવાનો છે. શરૂઆતમાં અમે આ યુવતીઓને આત્મનિર્ભર બનાવવાની તાલીમ આપવાનું પગલું ભર્યું હતું. વાંસ ગામડાઓમાં સરળતાથી મળી રહે છે, અને આ પ્રયત્નમાં અમે સફળ પણ થયા છીએ.

આદિજાતિ કળા અને હસ્તકલા માટે એક વિશાળ બજાર..

આદિજાતિ કળા અને હસ્તકલા માટે એક વિશાળ બજાર છે. તેથી, બજારની માંગ પ્રમાણે વાંસમાંથી ઘણી આકર્ષક વસ્તુઓ બનાવવામાં આવે છે. આભૂષણ ઉપરાંત આ કારીગરો દેવી- દેવતાઓ, પ્રાણીઓ અને પક્ષીઓની મૂર્તીઓ અને સુશોભનની વસ્તુઓ પણ બનાવવામાં આવી રહી છે. તહેવારની સિઝનમાં વાંસ અને અન્ય આભૂષણોથી બનેલી રાખડીની વધુ માંગ રહે છે. ગ્રાહકોને પણ આ વસ્તું સામાન્ય ભાવે મળી રહી છે. અમે મહિલાઓને આજીવિકાની નવી તકો મળી રહે, તે માટે આ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. તેમને વ્યક્તિગત તાલીમ આપવામાં આવી છે. અમે પણ આ ઉત્પાદનોના માર્કેટિંગ પર ધ્યાન આપી રહ્યા છીએ.

ઉત્પાદનોના માર્કેટિંગ માટેની બજારમાં તક મળવી જોઈએ..

આ કારીગરોને તેમના ઉત્પાદનોના માર્કેટિંગ માટેની બજારમાં તક મળવી જોઈએ. એક યોગ્ય માર્કેટિંગ વાંસના વિવિધ ઉત્પાદનોને પ્રદર્શિત કરવા અને વેચવા માટે એક આદર્શ માધ્યમ પ્રદાન કરશે. સ્પોર્ટ્સ ફાઉન્ડેશન આ વસ્તુઓ માટે યોગ્ય બજાર પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેઓને આજીવિકા પ્રદાન કરવા માટે વધુ સ્થળોએ પણ પહોંચવું જોઈએ.

Last Updated : Jul 19, 2021, 12:18 PM IST

ABOUT THE AUTHOR

...view details