નવી દિલ્હી:ચાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જો કે આ વખતે લોકોએ NOTA ને ખુબ ઓછા મત આપ્યા છે. ચૂંટણી પંચની વેબસાઈટ પરથી મળેલી માહિતી અનુસાર ત્રણ રાજ્યોમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં એક ટકાથી ઓછા મતદારોએ 'નન ઓફ ધ અબોવ' (NOTA) માટે મત આપ્યો છે.
માહિતી અનુસાર મધ્યપ્રદેશમાં 77.15 ટકા મતદાનમાંથી 0.99 ટકા મતદારોએ 'NOTA'નો વિકલ્પ પસંદ કર્યો. પડોશી રાજ્ય છત્તીસગઢમાં, 1.29 ટકા મતદારોએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર NOTA બટન દબાવ્યું. તેલંગાણામાં 0.74 ટકા મતદારોએ NOTAને પસંદ કર્યું. રાજ્યમાં 71.14 ટકા મતદાન થયું હતું. એ જ રીતે રાજસ્થાનમાં 0.96 ટકા મતદારોએ NOTAને પસંદ કર્યું. રાજ્યમાં 74.62 ટકા મતદાન થયું હતું.
NOTA વિકલ્પ વિશે વાત કરતાં કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઇન્ડિયાના પ્રદીપ ગુપ્તાએ જણાવ્યું હતું કે NOTAનો ઉપયોગ .01 ટકાથી મહત્તમ બે ટકા સુધી કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે જો કંઈક નવું શરૂ કરવામાં આવે તો તેની અસરકારકતા તેના પરિણામો પર નિર્ભર કરે છે.
ગુપ્તા ભારતમાં અપનાવવામાં આવેલા ફર્સ્ટ-પાસ્ટ-ધ-પોસ્ટ સિદ્ધાંતનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે જે ઉમેદવારોને જનતાએ નકારી કાઢ્યા છે તેઓને એવી સ્થિતિમાં ચૂંટણી લડવાની મંજૂરી આપવી જોઈએ નહીં જ્યાં NOTAને અન્ય ઉમેદવારો કરતાં વધુ મત મળે. તેમણે કહ્યું કે 'જો આવું થશે તો લોકો NOTA વિકલ્પનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકશે... અન્યથા તે માત્ર ઔપચારિકતા છે.' NOTA વિકલ્પ 2013 માં રજૂ કરવામાં આવ્યો હતો.
- મિઝોરમ વિધાનસભા ચૂંટણીઃ સોમવારે મતગણતરી, 40 સીટો પર પરિણામ આશે
- તેલંગાણાની હાઈ પ્રોફાઈલ બેઠક, કોણ છે KCR અને કોંગ્રેસના ભાવી મુખ્યમંત્રીને હરાવનાર ભાજપના વેંકટ રમણ રેડ્ડી?