મધ્યપ્રદેશમાંઆવેલ શિયોપુર જિલ્લામાં કેએનપીમાં ચિત્તાઓ પર દેખરેખ રાખવા અને પાંચ ચોરસ કિમીથી વધુ વિસ્તારમાં ફેલાયેલા મોટા બિડાણમાં તેમના ક્વોરેન્ટાઇન ઝોનમાંથી (Quarantine Zone) સ્થળાંતર કરવા માટે રચાયેલી ટાસ્ક ફોર્સની સોમવારે એક બેઠક યોજાઈ હતી. મીટિંગમાં, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આફ્રિકનદેશમાંથી સ્પોટેડ ચિત્તાઓને નવેમ્બરમાં અનુકૂલન 'બોમા' (એકલોઝર) માં ખસેડવામાં આવશે, ટાસ્ક ફોર્સના સભ્યએ નામ ન આપવાની શરતે પીટીઆઈને આ માહિતી આપી હતી.
ક્વોરેન્ટાઇન ઝોન ચિત્તાઓને તબક્કાવાર અનુકૂલન જગ્યાએ મુક્ત કરવામાં આવશે, તેમણે ઉમેર્યું હતું કે, ટાસ્ક ફોર્સે લાંબી ચર્ચા પછી નિર્ણય લીધો હતો. કેન્દ્ર દ્વારા નિયુક્ત બોડીના બે સભ્યો અનિવાર્ય કારણોસર મીટિંગમાં હાજર રહી શક્યા ન હતા. અગાઉ, ચિત્તાઓના સ્થળાંતર પર બેઠકો અનિર્ણિત રહી હતી, જે હવે ક્વોરેન્ટાઇન ઝોનમાં રાખવામાં આવી છે. કેએનપીમાં અગાઉની બેઠક તારીખ 27 ઓક્ટોબરે યોજાઈ હતી.
ઝડપી પ્રાણી ચિત્તાપ્રારંભિક યોજના અનુસાર, વિશ્વના સૌથી ઝડપી પ્રાણી ચિત્તાને એક મહિના માટે સંસર્ગનિષેધમાં રાખવાના હતા. આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ, વન્ય પ્રાણીઓને અન્ય દેશમાં સ્થાનાંતરિત કરતા પહેલા અને પછી કોઈપણ ચેપના ફેલાવાને ચકાસવા માટે એક મહિના માટે ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે, નિષ્ણાતોએ આ જણાવ્યું છે.
ચિત્તાઓના પ્રવેશ પર નજર કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા KNP અને અન્ય નિયુક્ત વિસ્તારોમાં ચિત્તાઓના પ્રવેશ પર નજર રાખવા માટે તારીખ 20 સપ્ટેમ્બરે ટાસ્ક ફોર્સની સ્થાપના કરવામાં આવી હતી. આઠ ચિતાઓ - પાંચ માદા અને ત્રણ નર 30-66 મહિનાની વય જૂથમાં અને ફ્રેડી, અલ્ટોન, સવાન્નાહ, સાશા, ઓબાન, આશા, સિબિલી અને સાયસા - તેમના નવા ઘરમાં ઠીક છે. તેઓ હાલમાં છ બિડાણમાં રાખવામાં આવ્યા છે અને તેમને ભેંસનું માંસ ખવડાવવામાં આવે છે, એમ તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું.
ભારત પરત ફરવાની ઘોષણાવડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 17 સપ્ટેમ્બરના રોજ એક કાર્યક્રમમાં કેએનપીમાં ચિત્તાઓને ફરીથી રજૂ કરવામાં આવ્યા હતા, જે દેશમાં લુપ્ત જાહેર થયાના 70 વર્ષ પછી મોટી ચિત્તાઓ ભારત પરત ફરવાની ઘોષણા કરે છે. ભારતમાં છેલ્લો ચિત્તા 1947માં હાલના છત્તીસગઢના કોરિયા જિલ્લામાં મૃત્યુ પામ્યો હતો અને 1952માં આ પ્રજાતિને લુપ્ત જાહેર કરવામાં આવી હતી.