છત્તીસગઢ:દેશમાં બેરોજગારી એટલી વધી ગઈ છે કે, કોઈએ હાથ જોડીને બેસી રહેવું જોઈએ નહીં. આ વાત છત્તીસગઢના તુલસી ગામના લોકોએ સાબિત કરી બતાવી છે. છત્તીસગઢના ગ્રામીણ વિસ્તારના બે યુવાનોએ નોકરી (Quit job for YouTube videos) છોડી દીધી અને યુટ્યુબ વીડિયો બનાવવાનું શરૂ (Started making YouTube videos in Chhattisgarh) કર્યું. પહેલા તે મહિને લગભગ 15 હજાર રૂપિયા કમાતા હતા. આજે તે ચેનલમાંથી લગભગ 40 હજાર રૂપિયા કમાઈ રહ્યો છે. છત્તીસગઢના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા આ યુવાનોની કહાની ખૂબ જ રસપ્રદ છે. આ લોકો યૂટ્યૂબ વીડિયો બનાવીને તેમના બોલિવૂડના સપના પણ પૂરા કરી રહ્યા છે.
વડીલોએ સુચન કર્યુ હતુ: તેણે વધુમાં જણાવ્યું કે, શરૂઆતમાં તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યું કે, શરૂઆતમાં તે યુટ્યુબ માટે વીડિયો બનાવવામાં ખૂબ જ સંકોચ અનુભવતો હતો. તેમને લોકોની સામે અભિનય કરવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. પરંતુ ગામના કેટલાક વડીલોએ તેમને રામલીલામાં કામ કરવાનું સૂચન કર્યું. આ ગામમાં શેરીઓમાં લોકોને વીડિયો બનાવતા જોવા મળશે.
Being Chhattisgarhiya ચેનલ:રાયપુર જિલ્લાના નાના ગામ તુલસીમાં રહેતા 32 વર્ષીય જ્ઞાનેન્દ્ર શુક્લા અને 30 વર્ષીય જય વર્માની વાતો ખૂબ જ રસપ્રદ છે. જ્ઞાનેન્દ્ર અને જયની સાથે ગામના કેટલાક લોકો તેમના વીડિયોમાં અભિનય કરે છે. તેમણે 2018 માં તેમની Being Chhattisgarhiya ચેનલ શરૂ કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેઓએ તેના પર લગભગ 200 થી પણ વધુ વીડિયો અપલોડ કર્યા છે. આ વીડિયો ટિપિકલ દેશી સ્ટાઈલમાં છે, જેમાં એક્શન, ડ્રામા, એજ્યુકેશન એટલે કે બોલિવૂડની ફિલ્મમાં જે થાય છે તે બધું જ જોવા મળે છે. ગામના લોકો જ કહે છે કે, 85 વર્ષની દાદીથી લઈને 15 વર્ષના પૌત્ર સુધી તમામ લોકો વીડિયો માટે તેઓ એક્ટિંગ કરે છે.
''શરૂઆતમાં અમને ખબર ન હતી કે, કેવા પ્રકારના વીડિયો બનાવવા અને કેવી રીતે બનાવવા. અમે શૂટ અને પબ્લિશ કરવા માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ પછીથી સમજાયું કે, આપણે તેને અપગ્રેડ કરવું જોઈએ. જે બાદ અમે સંપૂર્ણ તૈયારી સાથે આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું હતું.''--- જ્ઞાનેન્દ્ર શુક્લા(32 વર્ષીય, રાયપુર જિલ્લો)