દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં(leadership of Prime Minister Modi) દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક મળી હતી. 2023માં યોજાનાર G-20 સમિટની ભારત અધ્યક્ષતા કરશે. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠકમાં સંબોધન(Address to the All-Party Meeting) કર્યું હતું. ટીમવર્કના મહત્વ પર ભાર મૂક્યો હતો અને વિવિધ G-20 ઈવેન્ટ્સનું આયોજન(Organizing G-20 events) કરવામાં તમામનો સહયોગ માંગ્યો હતો.
પ્રવાસન ઉદ્યોગને વેગ:PM મોદીએ જણાવ્યું હતું કે આ અવસર વિશ્વને પોતાની તાકાત બતાવવાની તક આપી રહ્યો છે. G-20 ની અધ્યક્ષતા ભારતના વિવિધ ભાગોને પ્રદર્શિત કરવામાં મદદ કરશે, દેશના વિવિધ પ્રદેશોની વિશિષ્ટતા બહાર લાવી શકશે. સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો દરમિયાન મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભારતની મુલાકાતે આવે તેવી ધારણા છે તે નોંધીને મોદીએ પ્રવાસનને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું. G-20 બેઠકો જ્યાં યોજાશે તે સ્થળોની સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ આપવા પર ભાર મૂક્યો હતો.
દિલ્હી ખાતે PM મોદીની અધ્યક્ષતામાં યોજાઈ સર્વપક્ષીય બેઠક ટીમવર્કના મહત્વ પર ભાર મૂક્યો: ભારતે વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના સમૂહ G-20 નું અધ્યક્ષપદ ગ્રહણ કર્યું છે જે અંગે તેમણે જણાવ્યું કે આજે વૈશ્વિક સ્તરે ભારત પ્રત્યે ઉત્સુકતા અને આકર્ષણ છે જે આ તકને વધુ મહત્વ આપે છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ ટીમવર્કના મહત્વ પર ભાર મૂક્યો હતો અને વિવિધ G-20 ઈવેન્ટ્સનું આયોજન કરવામાં તમામનો સહયોગ માંગ્યો હતો.
G-20ને લઈને વિગતવાર પ્રેઝન્ટેશન: ભારતની G-20 પ્રાથમિકતાઓના વિવિધ પાસાઓની વિગત આપતાં વિગતવાર પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું.આ બેઠકમાં દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ, બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સહિત YSR કોંગ્રેસના જગનમોહન રેડ્ડી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (CPI-M)ના સીતારામ યેચુરી અને ચંદ્રબાબુ નાયડુ સહિત અન્ય પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, જેપી નડ્ડા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ બેઠકમાં હાજર રહ્યા હતા.