નવી દિલ્હી:કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું આજે સવારે 58 વર્ષની વયે નિધન (Raju Srivastava Passes Away) થયું છે. તેઓ છેલ્લા 42 દિવસથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. છાતીમાં દુખાવાને કારણે તેમને ગત 10 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવના નિધનથી માત્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને જ મોટી ખોટ નથી પડી, પરંતુ તેના ચાહકોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. એટલું જ નહીં, રાજકીય નેતાઓ (leaders paid tribute to comedian Raju Srivastava) પણ શોક વ્યક્ત કરી રહ્યા છે.
દેશના દિગ્ગજ નેતાઓએ રાજુ શ્રીવાસ્તવ આપી શ્રદ્ધાંજલિ :જ્યાં એક તરફ બોલિવૂડ કલાકારો તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ દેશના દિગ્ગજ નેતાઓએ પણ તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે. દેશના દિગ્ગજ નેતાઓએ ટ્વિટર દ્વારા રાજુ શ્રીવાસ્તવમાટે સંવેદના વ્યક્ત કરી છે. તેના માટે કયા રાજકારણીનું શું કહેવું છે તેના પર એક નજર કરીએ.
PM મોદીએ શોક કર્યો વ્યક્ત :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi expressed condolences) ટ્વિટ કર્યું કે, રાજુ શ્રીવાસ્તવે હાસ્ય, રમૂજ અને સકારાત્મકતાથી અમારું જીવન ઉજ્જવળ કર્યું છે. તે ખૂબ જ જલ્દી અમને છોડીને ચાલ્યા ગયા, પરંતુ વર્ષોથી તેમના સમૃદ્ધ કાર્યને કારણે તેઓ હંમેશા અસંખ્ય લોકોના હૃદયમાં રહેશે. તેમનું મૃત્યુ દુઃખદ છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. શાંતિ
રાજનાથ સિંહે શોક કર્યો વ્યક્ત :રક્ષા પ્રધાન રાજનાથ સિંહે રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, હું જાણીતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીના નિધનથી ખૂબ જ દુઃખી છું. એક કુશળ કલાકાર હોવા ઉપરાંત, તેઓ ખૂબ જ જીવંત વ્યક્તિ પણ હતા. તેઓ સામાજિક ક્ષેત્રે પણ ખૂબ સક્રિય હતા. હું તેમના શોકગ્રસ્ત પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. શાંતિ!
અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ :ગૃહપ્રધાન અમિત શાહે પણ શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીની એક અનોખી શૈલી હતી, તેમણે પોતાની અદભૂત પ્રતિભાથી બધાને પ્રભાવિત કર્યા. તેમના નિધનથી કલા જગતને મોટી ખોટ પડી છે. હું તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. શાંતિ શાંતિ