- મોદી કેબિનેટ (Modi Cabinet)માં સામેલ નેતાઓની હવે કેબિનેટ કમિટી (Cabinet Committee)માં પણ એન્ટ્રી
- કેબિનેટ કમિટીમાં (Cabinet Committee) ભૂપેન્દ્ર યાદવ, સર્વાનંદ સોનોવાલ, મનસુખ માંડવિયા સહિત અન્ય પ્રધાનોનો પણ સમાવેશ
- રવિશંકર પ્રસાદ (Ravishankar Prasad), પ્રકાશ જાવડેકર (Prakash Javdekar) જેવા મોટા નેતાઓને કેબિનેટથી બહારનો રસ્તો બતાવાયો
નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે હાલમાં જ કેબિનેટ (Centre Cabinet)નું વિસ્તરણ કર્યું છે. મળતી માહિતી અનુસાર, મોદી પ્રધાનમંડળમાં (Modi Cabinet) શામેલ કરવામાં આવેલા નેતાઓને કેબિનેટ કમિટી (Cabinet Committee)માં જગ્યા આપવામાં આવી છે, જેમાં ભૂપેન્દ્ર યાદવ, સર્વાનંદ સોનોવાલ, મનસુખ માંડવિયા સહિત અન્ય પ્રધાનોનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાની, જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે, અશ્વિની વૈષ્ણવ, કિરણ રિજિજૂ, અનુરાગ ઠાકુર જેવા યુવા ચહેરાઓને પણ કેબિનેટની કમિટીમાં જગ્યા મળી છે. તો પૂર્વ કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ, પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકર જેવા મોટા ચહેરાઓ કેબિનેટથી બહાર થઈ ગયા છે. તેવામાં હવે કમિટિઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
કોણ કઈ કમિટીમાં શામેલ થયું?
સંસદીય મામલા (Parliamentary Affairs)ની કેબિનેટ કમિટીમાં અર્જુન મુંડા, વિરેન્દ્ર કુમાર, કિરણ રિજિજૂ, અનુરાગ ઠાકુરની એન્ટ્રી થઈ છે. આ કમિટીનો કમાન્ડ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના હાથમાં છે. જ્યારે પોલિટીકલ અફેર્સ (Political Affairs) સાથે જોડાયેલી કેબિનેટ કમિટીમાં સ્મૃતિ ઈરાની, સર્વાનંદ સોનોવાલ, ગિરિરાજ સિંહ, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્ર યાદવની એન્ટ્રી થઈ છે. આ કમિટીનો કમાન્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં છે.