ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓવૈસી, સંજય રાઉત સહિતના નેતાઓએ PM Modi પર કર્યા પ્રહાર

દેશ છેલ્લા ઘણા સમયથી અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. અત્યારે દેશના મહાન ક્રાંતિકારી વીર સાવરકર અંગે રાજકીય વિવાદ (Political controversy) ચાલી રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ પ્રધાને તાજેતરમાં જ કહ્યું હતું કે, વીર સાવરકરે (Veer Savarkar) મહાત્મા ગાંધીજીના (Mahatma Gandhiji) કહેવાથી બ્રિટિશ સરકાર (British Government) સમક્ષ માફી પત્ર રજૂ કર્યો હતો, જેનો મહારાષ્ટ્રના શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Shivsena MP Sanjay Raut) વિરોધ કર્યો હતો. તો દેશમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરનારું ચીન સતત અવળચંડાઈ કરી રહ્યું છે. તેવામાં હૈદરાબાદના સાંસદ અને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન ચીન પર બોલતા ડરી રહ્યા છે.

ઓવૈસી, સંજય રાઉત સહિતના નેતાઓએ PM Modi પર કર્યા પ્રહાર
ઓવૈસી, સંજય રાઉત સહિતના નેતાઓએ PM Modi પર કર્યા પ્રહાર

By

Published : Oct 19, 2021, 2:44 PM IST

  • દેશમાં રાજકીય માહોલમાં આવ્યો ગરમાવો
  • હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન પર કર્યા પ્રહાર
  • વડાપ્રધાન ચીનના મુદ્દે બોલતા હંમેશા ડરે છેઃ અસદુદ્દીન ઓવૈસી
  • શિવસેનાના સાંસદ સંજય રાઉતે વીર સાવરકર અંગેના ભાજપના નિવેદનને ખોટું ગણાવ્યું
  • વીર સાવરકરે ક્યારેય અંગ્રેજ સરકારની માફી માગી જ નહતીઃ સંજય રાઉત

નવી દિલ્હીઃ દેશમાં અનેક મુદ્દાઓ ગરમાઈ રહ્યા છે. તાજેતરમાં જ ભાજપના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) દેશના મહાન ક્રાંતિકારી વીર સાવરકર (The great revolutionary Veer Savarkar) અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વીર સાવરકરે જેલમાંથી છૂટવા માટે બ્રિટિશ સરકાર સમક્ષ માફી પત્ર રજૂ કર્યો હતો. બીજી તરફ મહારાષ્ટ્રમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે ભાજપના આ નિવેદનનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વીર સાવરકરે ક્યારેય અંગ્રેજોની માફી નહતી માગી. ઉલટાનું તેમણે અલગ રણનીતિ અપનાવી હતી.

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન પર કર્યા પ્રહાર

તો આ તરફ હૈદરાબાદના સાંસદ અને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ (AIMIM President Asaduddin Owaisi) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર ચીન અંગે પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ક્યારેય પણ 2 મુદ્દા પર નથી બોલતા. પહેલો તો પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત (Petrol-Diesel Price) પર અને બીજો ચીનનો મુદ્દો. વડાપ્રધાન હંમેશા ચીન પર બોલતા ડરે છે.

કર્ણાટક કોંગ્રેસે (Karnataka Congress) તો ટ્વિટર પર વડાપ્રધાનને નિરક્ષર કહી દીધા હતા પણ છેવટે ટ્વિટ ડિલીટ કર્યું

તો કર્ણાટકમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર પર આરોપ-પ્રત્યારોપનો તબક્કો શરૂ થઈ ગયો હતો. તે દરમિયાન બંને પાર્ટી પોતપોતાની મર્યાદા ભૂલી ગઈ હતી. કોંગ્રેસે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નિરક્ષર' કહી દીધા હતા. તો ભાજપે પણ પલટવાર કરીને રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જોકે, કર્ણાટક કોંગ્રેસે કન્નડ ભાષામાં વડાપ્રધાન અંગે કરેલા ટ્વિટને ડિલીટ કરી દીધું છે. આ ટ્વિટ KPCCના અધ્યક્ષ ડી.કે. શિવકુમારે કર્યું હતું. બીજી તરફ તેમણે પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના એક અધિકારીના માધ્યમથી એક નવો નિશાળિયા સોશિયલ મીડિયા મેનેજરે આ ટ્વિટ કર્યું હતું, જેની પર મને દુઃખ છે.

આ પણ વાંચો-DNH પેટા ચૂંટણી: પ્રચાર માટે આવેલા સંજય રાઉતે BJPને ઘેરી, સ્થાનિક પ્રશાસન પર કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચો-મહાત્મા ગાંધીના કહેવા પર સાવરકરે માફી અરજી લખી હતી : રાજનાથ સિંહ

ABOUT THE AUTHOR

...view details