- આજે દેશમાં દિવાળીની ઉજવણી
- વડા પ્રધાન મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
- દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર
નવી દિલ્હી: દેશભરમાં આજે દિવાળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ પાવન પર્વ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી બધા દેશવાસીઓને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવી હતી અને કહ્યું તમામને હૈપ્પી દિવાળી. આ તહેવાર તમારી જીદંગીમાં વધુ રોશની અને પ્રસ્ન્નતા આપે. બધા લોકો સમૃદ્ધ અને સ્વસ્થ રહે.
દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર
આ વર્ષ દિવાળી હિંમત અને આશાવીળી છે. કારણ કે, સમગ્ર વિશ્વ કોરોના સંક્રમણના કહેરમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે આપણે હિંમત રાખીએ. આશાવાળી એટલા માટે કે, આપણે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે કારણ કે, તે આ નકારાત્મક્તાને દુર કરી આપણે સકારાત્મકની તરફ લઈ જાય. દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. આ ઉપરાંત દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી હતી.
દિવાળીમાં પુજા કરવાનો શુભ સમય
આ વખતે મહાલક્ષ્મી અને ગણેશની પુજાની સાથે સરસ્વતી માતાની પુજા કરવાનો શુભ સમય 5:28 કલાકથી 7:24 સુધીનો રહેશે. દિવાળીના દિવસે મહાલક્ષ્મીની પુજા કરવાનો શુભ સમય 1 કલાક 56 મિનીટનો રહેશે. દિવાળીના આગલા દિવસે 15 નવેમ્બર એટલે કે, રવિવારના રોજ 6 :30 થી 8 : 45 સુધી અને 12 :39 મિનીટથી 2:13 મિનીટ સુધી મહાલક્ષ્મીની પુજાની સમય ખુબ જ સારો છે.