ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કૃતજ્ઞ દેશવાસીઓ યાદ કરી રહ્યાં છે પૂર્વ PM જવાહરલાલ નહેરુને, આજે પુણ્યતિથિ - કોંગ્રેસ

પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે દેશ તેમને યાદ કરી રહ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત ઘણા દિગ્ગજોએ તેમના કાર્યોને યાદ કરી નમન કર્યું હતું.

કૃતજ્ઞ દેશવાસીઓ યાદ કરી રહ્યાં છે પૂર્વ PM જવાહરલાલ નહેરુને, આજે પુણ્યતિથિ
કૃતજ્ઞ દેશવાસીઓ યાદ કરી રહ્યાં છે પૂર્વ PM જવાહરલાલ નહેરુને, આજે પુણ્યતિથિ

By

Published : May 27, 2021, 2:19 PM IST

  • પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ
  • રાહુલ ગાંધીએ ટ્વીટ કરી આપી શ્રદ્ધાંજલિ
  • કોંગ્રેસના નેતાઓએ પંડિતજીને યાદ કરી કૃતજ્ઞતા દર્શાવી

નવી દિલ્હીઃ આજે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ છે. પંડિત નહેરુએ 27 મે 1964ના દિવસે અંતિમ શ્વાસ લીધાં હતાં. આજે તેમની 57મી પુણ્યતિથિ નિમિત્તે આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે. આ પ્રસંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે દુષ્ટતા અનિયંત્રિત થઈ જાય છે, જો તમે તેને સહન કરો છો તો તે આખી સિસ્ટમને ઝેરી બનાવે છે. પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ પર તેમના આદર્શોને યાદ કરવાનો દિવસ છે.

આ પણ વાંચોઃ સોલા સિવિલમાં ફરજ બજાવતા ડેપ્યુટી નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ રહે છે હંમેશા On Duty

કોંગ્રેસે પણ અર્પી શ્રદ્ધાંજલિ

કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે, 'પંડિત જવાહરલાલ નહેરુના શાસનમાં દેશ શૂન્યમાંથી શિખર સુધીનો પ્રવાસ કરી ચૂક્યો છે. પંડિત જવાહરલાલ નહેરુના કાર્યકાળ દરમિયાન દેશે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે અને આધુનિક ભારત બનવા સુધીની યાત્રા કરી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સૂરજેવાલાએ પણ પૂર્વ વડાપ્રધાનને યાદ કરીને ટ્વીટ કર્યું છે. પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે પણ નહેરુને રાજકારણી અને કુશળ લેખક ગણાવ્યાં હતાં. યૂથ કોંગ્રેસે પૂર્વ વડાપ્રધાનને ટ્વીટ કરીને નવભારતના સર્જક ગણાવ્યાં છે. પંડિત જવાહરલાલ નહેરુ દેશના પહેલા વડાપ્રધાન હતાં, જેમણે દેશને લાંબા સમય સુધી દેશની ધુરા સંભાળી હતી. તેઓ આઝાદીના સમયથી લઈને પોતાના અંતિમ શ્વાસ સુધી દેશના વડાપ્રધાન હતાં. નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889માં અલાહાબાદમાં થયો હતો. વર્ષ 1964માં તેમનું અવસાન થયું હતું.

આ પણ વાંચોઃ લોંગેસ્ટ હેર ગર્લ નિલાંશીએ પોતાની પહેલી કમાણી રામમંદિર અને કોરોનાના દર્દીઓને દાન કરી

ABOUT THE AUTHOR

...view details