ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચાલુ કોર્ટમાં વકીલની અશ્લીલ હરકત આવી સામે જાણો પછી શું થયુ - lawyer directed to give compensation to woman

મદ્રાસ હાઈકોર્ટના વકીલને વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન મહિલા સાથે ઈન્ટિમેટ થવું મોંઘુ (Shameful incident virtual hearing of Madras HC) પડ્યુ. કોર્ટના આદેશ બાદ વકીલે વીડિયોમાં દેખાતી મહિલાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવ્યું.

ચાલુ કોર્ટમાં વકીલની અશ્લીલ હરકત આવી સામે જાણો પછી શું થયુ
ચાલુ કોર્ટમાં વકીલની અશ્લીલ હરકત આવી સામે જાણો પછી શું થયુ

By

Published : Apr 8, 2022, 9:06 PM IST

ચેન્નાઈઃ મદ્રાસ હાઈકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણીમાં એક શરમજનક ઘટના સામે (Shameful incident virtual hearing of Madras HC) આવી છે. કેસની સુનાવણી દરમિયાન એક વકીલ મહિલા સાથે યૌન સંબંધમાં લિપ્ત જોવા મળ્યો હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલના અશ્લીલ કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કોર્ટે તુરંત કાર્યવાહી કરી અને કેસ નોંધ્યો હતો. આ કેસમાં કોર્ટે વકીલને વીડિયોમાં દેખાતી મહિલાને વળતર તરીકે ચાર લાખ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ (lawyer directed to give compensation to woman) આપ્યો હતો.

આ પણ વાંચો:ગેરકાયદેસર હથિયાર રેકેટમાં હાઈકોર્ટે 4 આરોપીના જામીન મંજૂર કર્યા

ન્યાયાધીશો અને ફરિયાદીઓના હોશ ઉડી ગયા: મળતી માહિતી અનુસાર, કોરોના સમયગાળા દરમિયાન, મદ્રાસ હાઈકોર્ટમાં કેસોની ઓનલાઈન સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, વકીલ સંથાનક્રિષ્નન ઓનલાઈન દેખાયા, પરંતુ એક મહિલા સાથે કામુક સ્થિતિમાં હતા. આ વર્ચ્યુઅલ સુનાવણીમાં ઓનલાઈન રહેલા અન્ય એક વ્યક્તિએ આ દ્રશ્ય પોતાના કેમેરામાં કેદ કર્યુ હતુ અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધું હતુ. વાઇરલ થયેલા વિડિયોથી ન્યાયાધીશો અને ફરિયાદીઓના હોશ ઉડી ગયા હતા. આને તિરસ્કાર ગણીને કોર્ટે CB-CIDને કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. તેમજ ઈન્ટરનેટ પરથી વીડિયો ડિલીટ કરવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો:હાઈકોર્ટે આત્મનિર્ભર લોન યોજના હેઠળ શરતોમાં ફેરફાર કરવાનો સરકારને આદેશ કર્યો

4 લાખ રૂપિયાનું વળતર:તે મુજબ CB-CIDએ એડવોકેટ સંથાનક્રિષ્નનની ધરપકડ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ પીએન પ્રકાશની આગેવાની હેઠળની બેંચે સંથાનક્રિષ્નનને તેના અશ્લીલ વીડિયોમાં જોવા મળેલી મહિલાને વળતર તરીકે 4 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. બુધવારે, વકીલ સંથાનક્રિષ્નને મહિલાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવ્યા પછી, ન્યાયાધીશે વધુ તારીખ આપ્યા વિના કેસને મુલતવી રાખ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details