ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગાણામાં વકીલ દંપતીની ધોળા દિવસે હત્યા - કુન્તા શ્રીનુ

તેલંગાણામાં વકીલ દંપતીની હત્યાથી ચકચાર મચી છે. આ દંપતીએ હાલમાં જ રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને એક ફરિયાદ કરી હતી કે તેમના જીવને જોખમ છે. રાજ્યના વકીલો આ ઘટનાના કારણે શોકમાં છે.

તેલંગાણામાં વકીલ દંપતીની ધોળા દિવસે હત્યા
તેલંગાણામાં વકીલ દંપતીની ધોળા દિવસે હત્યા

By

Published : Feb 18, 2021, 10:28 AM IST

  • રામગીરી ગામ પાસે વકીલ દંપતીની કાર રોકવામાં આવી
  • વકીલ દંપતી પર કોઈક છરીથી હુમલો કરી ફરાર
  • હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારબાદ દંપતીનું મૃત્યુ

તેલંગાણાઃ પેડ્ડાપલીથી એક વકીલ દંપતીનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં આ બંનેની ધોળા દિવસે હત્યા કરી દેવાઈ હતી. આ વીડિયોમાં નાગમણિ નામની ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલા કારમાં ફસાયેલી જોવા મળી હતી. આ દંપતી આ કારમાં જ ક્યાંક જઈ રહ્યું હતું. પોલીસે જણાવ્યું કે, તેલંગાણા હાઈકોર્ટમાં વકીલ જી. રામન રાવ અને તેમના પત્ની કારમાં ક્યાંક જઈ રહ્યા હતા. બપોરે 2.30 વાગ્યે રામગિરી મંડલ ગામ પાસે તેમની કારને રોકવામાં આવી હતી. અહીં બંને પર છરીથી હુમલો કરાયો હતો.

તેલંગાણા રાષ્ટ્ર સમિતિના સભ્ય કુંટા શ્રીનિવાસ પર હત્યાનો આરોપ

મહિલાા પતિ વામન રાવ પણ રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. વીડિયોમાં તે પોતાની ઓળખ અને હુમલાખોરોને લગતા પ્રશ્નો પૂછી રહ્યા હતા. વામન રાવે સત્તાધારી તેલંગાણા રાષ્ટ્ર સમિતિના સભ્ય કુંટા શ્રીનિવાસને આરોપી ગણાવ્યો હતો. ત્યારબાદ બંને દંપતીને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બંનેનું મૃત્યુ થયું હતું.

તેલંગાણા બાર કાઉન્સીલે આરોપીને પકડવાની માગ કરી

ઉલ્લેખનીય છે કે, આ દંપતીએ હાલમાં જ રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને ફરિયાદ કરી હતી કે તેમના જીવને જોખમ છે. રાજ્યના વકીલોએ આ ઘટનાને વખોડી નાખી હતી. વકીલોએ કહ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન કમાણી ન કરી શકનારા વકીલોની મદદમાં પણ તેમણે યોગદાન આપ્યું હતું. તેલંગાણા બાર કાઉન્સીલે વકીલ દંપતીની હત્યાની ટિકા કરતા આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details