પંજાબ : સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું છે. લોરેન્સ બિશ્નોઈને હાલમાં જ દિલ્હીની તિહાર જેલમાંથી પંજાબની ભટિંડા જેલમાં રાખવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ લોરેન્સ બિશ્નોઈએ મંગળવારે એક ખાનગી ચેનલને લાઈવ ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ પછી જેલ પ્રબંધન પર અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. આ ઈન્ટરવ્યુ પંજાબની જેલોમાં આવા કેદીઓની સુરક્ષા પર સવાલો ઉભા કરે છે.
લોરેન્સ બિશ્નોઈએ કર્યો ખુલાસો :બિશ્નોઈએ કહ્યું કે, સિદ્ધુ મુસેવાલાની હત્યા સાથે તેને કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે, મુસેવાલાએ કોંગ્રેસ પાર્ટીમાં પોતાની શક્તિનો ઉપયોગ અનેક સહયોગીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કર્યો. બિશ્નોઈનું કહેવું છે કે, તે હત્યાના સમગ્ર કાવતરાથી વાકેફ હતો, પરંતુ તેમાં તેની કોઈ ભૂમિકા નહોતી. ગોલ્ડી બ્રારે આ બધું કર્યું છે. બિશ્નોઈએ દલીલ કરી હતી કે, વિકી મિધુખેરા અને ગુરલાલ બ્રારને તેમના મૃત્યુ પહેલા સિદ્ધુ મુસેવાલા સાથે કોઈ દુશ્મની નહોતી. તેણે કહ્યું કે, આ પહેલા પણ તે સિદ્ધુની હત્યા કરી શકે છે. જો કે, સિદ્ધુ સાથેની તેમની દુશ્મની વિકી મિદુખેરા અને ગુરલાલ બ્રારની હત્યા પછી જ થઈ હતી, કારણ કે તેમની હત્યામાં સિદ્ધુ મુસેવાલા સામેલ હતા.
આ પણ વાંચો :Umesh pal murder case: પ્રયાગરાજ નૈની સેન્ટ્રલ જેલમાં સ્માર્ટ ફોન સાથે ઝડપાયો યુવક