ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિશ્વની સૌથી લાંબી ગેસ પાઈપલાઈન યોજનાનો UPમાં પ્રારંભ

વિશ્વમાં સૌથી લાંબી LPG ગેસ પાઈપલાઈન બનાવવા મામલામાં પણ ભારત એક કીર્તિમાન બનાવવા જઈ રહ્યું છે. ગુજરાતના કંડલા પોર્ટથી લઈ ગોરખપુર સુધી 2805 કિલોમીટર લાંબી ગેસ પાઈપલાઈન પાથરવાની યોજનાની શરૂઆત 2019માં થઈ હતી. આ ગેસ પાઈપલાઈન યોજના કેમ આટલી ખાસ છે. શું છે આ સંપૂર્ણ યોજનામાં અને તેનો લાભ કોને કેવી રીતે મળશે. જુઓ.

વિશ્વની સૌથી લાંબી ગેસ પાઈપલાઈન યોજનાનો UPમાં પ્રારંભ
વિશ્વની સૌથી લાંબી ગેસ પાઈપલાઈન યોજનાનો UPમાં પ્રારંભ

By

Published : Mar 27, 2021, 11:42 AM IST

Updated : Mar 27, 2021, 3:02 PM IST

  • કંડલાથી ગોરખપુર સુધી તૈયાર થઈ રહી છે વિશ્વની સૌથી લાંબી ગેસ પાઈપલાઈન
  • LPG ગેસ પાઈપલાઈન પાથરવા મામલામાં ભારત એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે
  • ગુજરાતના કંડલા પોર્ટથી ગોરખપુર સુધી બની રહી છે 2,805 કિમી લાંબી ગેસ પાઈપલાઈન

આ પણ વાંચોઃજામનગર: સોયલ ટોલનાકા પાસે LPG ભરેલ ટેન્કરેનો અકસ્માત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

વારાણસીઃ ભારત પોતાની પ્રતિભા સમય સમય પર વિશ્વને બતાવી રહ્યું છે. કોવિડ-19ના સમયમાં જે રીતે ભારતે ધૈર્યથી કામ કર્યું અને દેશને બચાવ્યો તેના વખાણ ચારે તરફ થઈ રહ્યા છે. હવે વિશ્વમાં સૌથી લાંબી LPG ગેસ પાઈપલાઈન પાથરવા મામલામાં ભારત એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. ગુજરાતના કંડલા પોર્ટથી લઈને ગોરખપુર સુધી 2,805 કિલોમીટર લાંબી ગેસ પાઈપલાઈન પાથરવાની યોજનાની શરૂઆત 2019માં થઈ હતી. આ યોજના હવે ઉત્તરપ્રદેશમાં શરૂ થવા જઈ રહી છે, જે માટે 2 દિવસ પહેલા જ વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન પિંડરા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃવારાણસીમાં વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન નાખવા ભૂમિપૂજન

પ્રોજેક્ટમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની 50 ટકા ભાગીદારી

આ ગેસ પાઈપલાઈનથી ફક્ત ઉત્તરપ્રદેશ જ નહીં, પરંતુ મધ્યપ્રદેશ અને ગુજરાતના રાજ્યોને પણ ઘણો ફાયદો થશે. સૌથી મહત્વનું એ છે કે, આ ગેસ પાઈપલાઈન માટે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ મળીને 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આમાં સૌથી વધારે 50 ટકાની ભાગીદારી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને કરી છે. જ્યારે 25-25 ટકાની ભાગીદારી ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમની હશે. આ પ્રોજેક્ટ વર્ષ 2024 પહેલા પૂર્ણ થશે.

પ્રોજેક્ટ 36 મહિનામાં પૂર્ણ થશે

અધિકારીઓનું માનવું છે કે, આ પાઈપલાઈનનું નિર્માણ પૂર્ણ કરવામાં 36 મહિનાનો સમય લાગી શકે છે. આ પૂર્ણ થયા બાદ સૌથી મોટો ફાયદો ગેસની અછતથી પીડાતા રાજ્યોને થશે. કારણ કે, અત્યાર સુધી ટેન્કરના માધ્યમથી અથવા નાની નાની ગેસ પાઈપલાઈનના માધ્યમથી રિફલિંગ પ્લાન્ટને ગેસનો પૂરવઠો આપવામાં આવતો હતો, જેના કારણે ઘણી વાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ગેસ પાઈપલાઈન શરૂ થયા બાદ 8.25 મિલિયન ટન LPGનો પૂરવઠો મળશે.

Last Updated : Mar 27, 2021, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details