ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Apple iphone 13 સિરીઝના 4 ફોન કર્યા લોન્ચ, ભારતમાં કઈ કિંમતે વેંચાશે? જુઓ - આઈફોન 13 પ્રો

એપલ આઈફોન મોબાઈલનો ઉપયોગ કરતા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. કારણ કે, એપલ આઈફોન 13ની સિરીઝ (Apple iPhone 13) આવી ગઈ છે. એપલે પોતાના કેલિફોર્નિયા સ્ટ્રિમિંગ ઈવેન્ટમાં ચાર નવા આઈફોન 13 મિની (iPhone 13 Mini), આઈફોન 13 (iPhone 13), આઈફોન 13 પ્રો (iPhone 13 Pro) અને આઈફોન 13 પ્રો મેક્સ લોન્ચ (iPhone 13 Pro Max) કર્યા છે. આ ફોન નાના નોચ અને જોરદાર કેમેરા સાથે લોન્ચ કરાયા છે. જોકે, ભારતમાં આની કિંમત 69,900 રૂપિયાથી શરૂ થશે.

Apple iphone 13 સિરીઝના 4 ફોન કર્યા લોન્ચ, ભારતમાં કઈ કિંમતે વેંચાશે? જુઓ
Apple iphone 13 સિરીઝના 4 ફોન કર્યા લોન્ચ, ભારતમાં કઈ કિંમતે વેંચાશે? જુઓ

By

Published : Sep 15, 2021, 3:14 PM IST

  • એપલ આઈફોન મોબાઈલનો ઉપયોગ કરનારા લોકો માટે સારા સમાચાર
  • એપલ આઈફોન 13 સિરીઝ (Apple iphone 13)ના 4 ફોન કર્યા લોન્ચ
  • આ ફોન નાના નોચ અને જોરદાર કેમેરા સાથે લોન્ચ કરાયા છે
  • ભારતમાં આની કિંમત 69,900 રૂપિયાથી શરૂ થશે

ન્યૂઝ ડેસ્કઃ એપલ આઈફોન 13ની સિરીઝ (Apple iPhone 13) આવી ગઈ છે. એપલે પોતાના કેલિફોર્નિયા સ્ટ્રિમિંગ ઈવેન્ટમાં ચાર નવા આઈફોન 13 મિની (iPhone 13 Mini), આઈફોન 13 (iPhone 13), આઈફોન 13 પ્રો (iPhone 13 Pro) અને આઈફોન 13 પ્રો મેક્સ લોન્ચ (iPhone 13 Pro Max) કર્યા છે. એપલે આઈફોન 13 માટે આઈફોન 12 સિરીઝની લોન્ચ કિંમતોને યથાવત્ રાખી છે. ભારતમાં એપલના પ્રશંસકોને નવા આઈફોન્સ માટે વધુ રાહ ના જોવી પડી. કારણ કે, કંપની તેને અમેરિકી, બ્રિટન અને 30થી વધુ અન્ય દેશો સાથે પહેલા તબક્કામાં ભારત લાવી રહી છે.

આ પણ વાંચો-આઇફોન યુઝર્સ માટે 'Dark Mode' of Google Maps લોન્ચ કરી રહ્યું છે ગૂગલ

તમામ આઈફોન 13 સિરીઝના ડિવાઈસ એક જ પ્રોસેસર એ15 (A15) બાયોનિક પર ચાલે છે

ગ્રાહક આઈફોન 13 મિની (iPhone 13 Mini), આઈફોન 13 (iPhone 13), આઈફોન 13 પ્રો (iPhone 13 Pro) અને આઈફોન 13 પ્રો મેક્સ (iPhone 13 Pro Max)ને એપલ ઈન્ડિયા ઓનલાઈન સ્ટોરથી 17 સપ્ટેમ્બરે 5.30 PMથી પ્રી-ઓર્ડર કરી શકાશે. જ્યારે શિપિંગની શરૂઆત 24 સપ્ટેમ્બરથી થશે. તમામ આઈફોન 13 સિરીઝના ડિવાઈસ એક જ પ્રોસેસર એ15 (A15) બાયોનિક પર ચાલે છે. એપલના મતે, એ15 બાયોનિક, એ14ની બાયોનિક ચિપની તુલનામાં તેજ અને વધુ વાપર એફિશિયન્ટ છે, જે આઈફોન 12 સિરીઝનો પાવર આપે છે.

આઈફોન 13ની કિંમત

એપલે આઈફોન 13 સિરીઝને આઈફોન 12ની લોન્ચ કિંમત જેવી જ રાખી છે. એપલ આઈફોન 13 સિરીઝ 69,900 રૂપિયાથી શરૂ થાય છે અને 1,29,900 રૂપિયા સુધી વેચાય છે. એપલ આઈફોન મિની 69,900 રૂપિયા (128 જીબી), 79,900 રૂપિયા (256 જીબી), 99,900 રૂપિયા (512 જીબી), એપલ આઈફોન 13 - 79,900 રૂપિયા (128 જીબી), 89,900 રૂપિયા (256 જીબી), 109900 રૂપિયા (512 જીબી), એપલ આઈફોન 13 પ્રો- 11,900 રૂપિયા (128 જીબી), 1,29,900 રૂપિયા (256 જીબી), 1,49,900 રૂપિયા (512 જીબી, 1,69,900 રૂપિયા (1 ટીબી), આઈફોન 13 પ્રો મેક્સ - 1,29,900 રૂપિયા (128 જીબી), 1,39,900 રૂપિયા (256 જીબી), 1,59,900 રૂપિયા (512 જીબી) રૂપિયા 1,79,900 (1 ટીબી).

આ પણ વાંચો-ગૂગલે સેમસંગની નવી વોચ માટે યૂટ્યૂબ મ્યૂઝિક વીયર ઓએસ એપ કરી લોન્ચ

આ ફોન સ્લિમ-ડાઉન ફેસ આઈડી નોચની સાથે 20 ટકા નાનો છે

આઈફોન 13 સિરીઝ સામે આઈફોન 12ની ડિઝાઈનમાં વધુ ફેરફાર નથી થયો. આઈફોન 13 સિરીઝનો લુક 2020 આઈફોન મોડલ જેવો જ છે. માત્ર સ્લિમ-ડાઉન ફેસ આઈડી નોચની સાથે જે 20 ટકા નાનો છે. એપલ આઈફોન 13 મિની અને આઈફોન 13 ડ્યુઅલ કેમેરા સિસ્ટમ - વાઈડ અને અલ્ટ્રા વાઈડ સેન્સર સાથે આવે છે. પ્રો સિરીઝમાં ટેલિફોટો, વાઈડ અને અલ્ટ્રા વાઈડ સેન્સરની ભલામણ કરનારો ત્રિપલ કેમેરા સિસ્ટમ છે.

નોન-મેક્સ મોડલે લગભગ 10 ટકા બેટરી સાઈઝ બુસ્ટ મળી

એપલ આઈફોન 13 સિરીઝને 20 ટકાની બેટરી બુસ્ટ મળે છે. ચાર નવા આઈફોન્સમાંથી આઈફોન 13 પ્રો મેક્સને લગભગ 20 ટકાની સૌથી મોટી બેટરી બુસ્ટ મળી છે. જ્યારે નોન-મેક્સ મોડલે લગભગ 10 ટકા બેટરી સાઈઝ બુસ્ટ મળી છે. આઈફોન 12 અને આઈફોન 13ની ડિસ્પ્લે સાઈઝ એક જ છે. આઈફોન 13 સિરીઝના બોક્સનવી અંદર આઈફોન, યુએસબી ટાઈપ-સીથી લઈને લાઈટનિંગ કેબલ, ડોક્યુમેન્ટેશન અને એપ્પલ સ્ટિકર હશે. એપલે 2020માં પોતાના ફોનની સાથે એડોપ્ટર અને ઈયરફોન આપવાનું બંધ કરી દીધું હતું.

ABOUT THE AUTHOR

...view details