ગુજરાત

gujarat

અફઘાનિસ્તાનની સ્થિતિ બતાવે છે કે, CAA શા માટે જરૂરી : કેન્દ્રીય પ્રધાન

By

Published : Aug 22, 2021, 5:59 PM IST

કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ અફઘાન સંકટ વચ્ચે નાગરિકતા સંશોધન કાયદો (CAA) જરૂરી ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં અત્યારે શીખો અને હિન્દુઓ જે વેદનાનો સામનો કરી રહ્યા છે તે સમજાવે છે કે નાગરિકતા સંશોધન કાયદો શાં માટે લાગુ કરવો જરૂરી હતો.

અફઘાનિસ્તાનની સ્થિતિ બતાવે છે કે, CAA શા માટે જરૂરી છે
અફઘાનિસ્તાનની સ્થિતિ બતાવે છે કે, CAA શા માટે જરૂરી છે

  • અફઘાન નાગરિકો દેશ છોડીને અન્ય દેશોમાં શરણ લઈ રહ્યા છે
  • કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ નાગરિકતા સંશોધન કાયદા અંગે આપ્યું નિવેદન
  • અફઘાનમાં શીખ અને હિન્દુઓ જે રીતે દુ:ખદાયક સમયમાંથી પસાર થઈ રહ્યા છે

નવી દિલ્હી :અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ મોટી સંખ્યામાં અફઘાન નાગરિકો દેશ છોડીને અન્ય દેશોમાં શરણ લઈ રહ્યા છે. આ દરમિયાન, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન અને પૂર્વ રાજદ્વારી હરદીપ સિંહ પુરીએ નાગરિકતા સંશોધન કાયદાના અમલીકરણની હિમાયત કરી છે.

આ પણ વાંચો:ભારત પહોંચેલા અફઘાનિસ્તાનના સાંસદ રડી પડ્યા, કહ્યું - "બધું સમાપ્ત થઈ ગયું"

કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ કર્યું ટ્વિટ

પુરીએ ટ્વિટ કર્યું હતું કે, "અસ્થિર પડોશમાં તાજેતરની ઘટનાઓ અને ત્યાં શીખ અને હિન્દુઓ જે રીતે દુ:ખદાયક સમયમાંથી પસાર થઈ રહ્યા છે, તે સમજાવે છે કે નાગરિકતા સંશોધન કાયદો શા માટે લાગુ કરવો જરૂરી હતો. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાલિબાનની રાજધાની કાબુલને ઘેરી લીધા બાદ 15 ઓગસ્ટના રોજ દેશ છોડી દીધો હતો, ત્યારબાદ તાલિબાન લડવૈયાઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો હતો. કાબુલ પર તાલિબાનના નિયંત્રણ બાદથી ભારત, અમેરિકા સહિત તમામ દેશોએ તેમના નાગરિકોને પરત લાવવા મિશન શરૂ કર્યા છે. તે દરમિયાન, તાલિબાનના ડરથી દેશ છોડવા માટે મોટી સંખ્યામાં અફઘાન નાગરિકો કાબુલ એરપોર્ટ પર પહોંચી રહ્યા છે. જેના કારણે કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટની આસપાસ અરાજકતા જોવા મળી રહી છે. અફઘાનિસ્તાનમાં રવિવારે 7 અફઘાન નાગરિકો માર્યા ગયા હતા.

આ પણ વાંચો:કાબુલથી પરત આવતા લોકોને એરપોર્ટ પર આપવામાં આવી વેક્સિન

નાગરિકતા સંશોધન કાયદો શું છે ?

નાગરિકતા સંશોધન કાયદો (CCA) સંસદ દ્વારા 11 ડિસેમ્બર, 2019 ના રોજ પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી.

નાગરિકતા સંશોધન કાયદામાં, પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ધાર્મિક ઉત્પીડનને કારણે ભારતમાં આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને સુરક્ષા અને નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે મુસ્લિમ શરણાર્થીઓને તેનાથી દૂર રાખવામાં આવ્યા છે, જેના કારણે તેના પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને તેને બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ કહેવામાં આવી રહ્યું છે.

વર્તમાન નાગરિકત્વ કાયદા અનુસાર, અન્ય દેશનો કોઈપણ નાગરિક ભારતીય નાગરિકત્વ લેવા માટે ઓછામાં ઓછા 11 વર્ષ સુધી ભારતમાં રહેતો હોવો જોઈએ. નાગરિકતા સંશોધન કાયદા દ્વારા, પડોશી દેશોના લઘુમતીઓ માટે આ સમય મર્યાદા ઘટાડીને 6 વર્ષ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details