ન્યૂઝ ડેસ્ક: લતા મંગેશકરનું આજે નિધન (Lata Mangeshkar Passed Away) થતાં દેશમાં બે દિવસીય રાષ્ટ્રીય શોક છે. ગાયિકા લતા મંગેશકરે (Lata Mangeshkar wrote a letter) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને (PM Modis mother Hiraba) એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે મોદીને બીજી વખત વડાપ્રધાન બનવા બદલ શુભકામના પણ પાઠવી હતી.
આ પણ વાંચો: ફિલ્મ સમીક્ષક જયપ્રકાશ ચૌક્સીએ સ્વર કોકિલા વિશે કહી આ વાતો, જે કદાચ ક્યારેય નહીં સાંભળી હોય...
મોદીને બીજી વખત વડાપ્રધાન બનવા બદલ શુભકામના પાઠવી
લતા દીદીએ હીરાબાને લખેલા પત્રમાં તેમણે મોદીને બીજી વખત વડાપ્રધાન બનવા બદલ શુભકામના પણ પાઠવી હતી. સાથે જ હીરાબા, નરેન્દ્ર મોદી અને તેમના પરિવારના સાદગીપૂર્ણ જીવનને વંદન કર્યું હતું. તેમણે હીરાબા, મોદી અને તેમના સંપૂર્ણ પરિવારના દિર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો: ભારતરત્ન લતા મંગેશકરનું નિધન, કોરોના બાદ થયા હતા ન્યુમોનિયાથી સંક્રમિત
લતા મંગેશકરે પ્રથમવાર ગુજરાતીમાં લખ્યો પત્ર
અત્રે ઉલ્લેખનીય છે કે, લતા મંગેશકરે આ પત્ર પ્રથમવાર ગુજરાતીમાં લખ્યો હતો. તેમણે પત્રમાં લખ્યું કે મે પ્રથમવાર ગુજરાતીમાં પત્ર લખ્યો છે કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો.