નવી દિલ્હીઃસંસદના બજેટ સત્રના છઠ્ઠા દિવસે લોકસભામાં ભારત રત્ન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ (Tribute to Bharat Ratna Lata Mangeshkar in Lok Sabha)આપવામાં આવી હતી. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે લતા મંગેશકરને ફિલ્મ જગત સાથે જોડાયેલા ઘણા સન્માન મળ્યા. બિરલાએ જણાવ્યું કે 1969માં લતા મંગેશકરને પદ્મ ભૂષણથી(Padma Bhushan to Lata Mangeshkar) નવાજવામાં આવ્યા હતા. 2009માં લતા મંગેશકરને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
સંગીત મહારાણી લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ
આ પહેલા સંગીત મહારાણી લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપ્યા(Lata Mangeshka Passed Away) બાદ તેમના સન્માનમાં સોમવારે રાજ્યસભાની કાર્યવાહી એક કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી. સવારે 10 વાગ્યે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ લતા મંગેશકરના નિધનનો ઉલ્લેખ કર્યો. સભ્યોએ થોડી ક્ષણો મૌન પાળીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પછી નાયડુએ તેમના સન્માનમાં ગૃહને એક કલાક માટે સ્થગિત કરી દીધું.