ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Sopore Encounterમાં લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી મુદાસિર પંડિત સહિત ત્રણ ઠાર - Jammu and Kashmir Police

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના બારમૂલ્લા જિલ્લા (Baramulla district)ના સોપોર તાલુકામાં સુરક્ષાબળો અને આતંકવાદી વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ સોપોર એન્કાઉન્ટર (Sopore Encounter)માં સુરક્ષાબળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ સાથે જ એન્કાઉન્ટરમાં આતંકવાદી મુદાસિર પંડિત (Terrorist Mudasir Pandit)પણ ઠાર મરાયો છે. આ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે (Jammu and Kashmir Police)સમગ્ર માહિતી આપી હતી.

Sopore Encounterમાં લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી મુદાસિર પંડિત સહિત ત્રણ ઠાર
Sopore Encounterમાં લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી મુદાસિર પંડિત સહિત ત્રણ ઠાર

By

Published : Jun 21, 2021, 8:27 AM IST

  • જમ્મુ-કાશ્મીરના સોપોરમાં એન્કાઉન્ટર (Sopore Encounter)
  • સુરક્ષાબળોના જવાનોએ ત્રણ આતંકવાદી (Terrorist)ને ઠાર માર્યા
  • સોપોર એન્કાઉન્ટર (Sopore Encounter)માં આતંકવાદી મુદાસિર પંડિત (Terrorist Mudasir Pandit)પણ ઠાર મરાયો

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોના જવાનો અને આતંકવાદી વચ્ચે એન્કાઉન્ટર થવું એ નવી વાત નથી. અવારનવાર આતંકવાદીઓ સેનાના જવાનો પર ગોળીબારી કરે છે. ત્યારે ફરી એક વાર સોપોરમાં એન્કાઉન્ટર (Sopore Encounter) થયું છે. સોપોરમાં સુરક્ષાબળના જવાનો અને આતંકવાદી વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં આતંકવાદી મુદાસિર પંડિત (Terrorist Mudasir Pandit) ઠાર મરાયો છે.

આ પણ વાંચો-શ્રીનગર એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો, સર્ચ ઓપરેશન ચાલુ

લશ્કર-એ-તૈયબાનો ટોપ આતંકવાદી ઠાર મરાયો

કાશ્મીરના IGP વિજય કુમારે જણાવ્યું હતું કે, હાલમાં 3 પોલીસકર્મી, 2 કાઉન્સિલર અને 2 નાગરિકોની હત્યામાં સામેલ લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)નો ટોપ આતંકવાદી મુદાસિર પંડિત સોપોર એન્કાઉન્ટર (Sopore Encounter)માં ઠાર મરાયો છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી લશ્કરના ત્રણ આતંકવાદી ઠાર મરાયા છે.

આ પણ વાંચો-છત્તાસગઢના દંતેવાડામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ

મોડી રાત્રે શરૂ થયું હતું એન્કાઉન્ટર

કાશ્મીરના IGPએ વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનનો રહેવાસી અસરાર ઉર્ફે અબ્દુલ્લાની ઓળખ વિદેશ આતંકવાદી તરીકે થઈ છે. તે વર્ષ 2018થી ઉત્તરી કાશ્મીર (North Kashmir)માં સક્રિય હતો. IGPએ કહ્યું હતું કે, સુરક્ષાબળોના જવાનોએ વિસ્તારને ઘેરી લીધો છે. હાલમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ઉત્તરી કાશ્મીરના આ જિલ્લાના સોપોરમાં ગુંડ બ્રથ વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એન્કાઉન્ટર શરૂ થયું હતું.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details