નવી દિલ્હીઃ નવી દિલ્હી આજ કાલ ચર્ચાનો વિષય બની ગઈ છે. સતત વિપક્ષના નેતાઓ હોય કે પછી પહેલવાનોનું આંદોલન હોય દિલ્હીનો માહોલ હાલ ગરમ જોવા મળી રહ્યો છે. વિપક્ષ નેતાઓની સાથે સત્તાધારી પક્ષ પણ એટલો ટ્રેન્ડી જોવા મળી રહ્યો છે. સીબીઆઈએ લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં ચાર્જશીટ દાખલ કરવા માટે બુધવારના રોજ રાઉઝ એવન્યુ કોર્ટ પાસે વધુ સમય માંગ્યો હતો. આને ધ્યાનમાં રાખીને કોર્ટે કેસની આગામી સુનાવણી માટે તારીખ 12 જુલાઈની તારીખ નક્કી કરી છે.
બુધવારે સુનાવણી: લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સીબીઆઈએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવા માટે કોર્ટ પાસે વધુ સમય માંગ્યો હતો. આ વાતનો સ્વીકાર કરીને કોર્ટે આ મામલે આગામી સુનાવણી તારીખ 12 જુલાઈના રોજ નક્કી કરી છે. આ રીતે કેસની સુનાવણી આગામી તારીખ પર મુલતવી રાખવામાં આવી હતી. રાઉઝ એવન્યુ કોર્ટમાં સીબીઆઈએ કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે.
રાબડી દેવીની પૂછપરછ:ચાર્જશીટમાં કેટલાક નવા તથ્યો પણ સામેલ કરવા પડશે. તેથી થોડો સમય આપવો જોઈએ. તમને જણાવી દઈએ કે ગત મહિને થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે સીબીઆઈને કેસ ઝડપી બનાવવાનો નિર્દેશ આપતાં સુનાવણી તારીખ 1 જૂન સુધી મુલતવી રાખી હતી.લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ યાદવ, રાબડી અને મીસા ભારતીને કોર્ટે 15 માર્ચે રૂપિયા 50,000ના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. આ પહેલા તારીખ 6 માર્ચના રોજ સીબીઆઈની ટીમે લાલુ યાદવના પટણાના નિવાસસ્થાને રાબડી દેવીની પૂછપરછ કરી હતી.
સંબંધીઓના ઘરે દરોડા:જે બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તારીખ 10 માર્ચે આ કેસમાં લાલુ પ્રસાદ યાદવના પરિવારના સભ્યો અને સંબંધીઓના ઘરે દરોડા પાડ્યા હતા. નોકરી કૌભાંડ મામલે EDએ જમીનના 24 સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડામાં EDએ એક કરોડ રૂપિયા રોકડા, દોઢ કિલોથી વધુ વજનના સોનાના દાગીના, 540 ગ્રામ સોનું, યુએસ ડોલર અને અન્ય ઘણી વસ્તુઓ જપ્ત કરી છે. તારીખ 29 માર્ચે સુનાવણી દરમિયાન ત્રણેય રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. દરમિયાન, વિશેષ સીબીઆઈ કોર્ટે કેસની આગામી સુનાવણી માટે 8 મેની તારીખ આપી હતી.
- Supreme Court: તપાસ એજન્સીઓની કામગીરી સામે કોંગ્રેસ સહિત 14 રાજકીય પક્ષોની અરજી પર 5મીએ સુનાવણી
- Supreme Court: ન્યાયતંત્ર પર ટિપ્પણી કરવા બદલ ઉપરાષ્ટ્રપતિ, રિજિજુ સામેની અરજી પર કોર્ટ સુનાવણી કરશે
- Supreme Court: બિહાર જાતિની વસ્તી ગણતરી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી