- લાલુપ્રસાદ યાદવનું મહત્વનું નિવેદન
- જાતિ આધારિત જનગણનાની માંગ
- પેગાસિસ મુદ્દે પણ થવી જોઇએ તપાસ
ન્યૂઝ ડેસ્ક : RJD અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવએ ફરી એક વખત કેન્દ્ર સરકાર પાસે જાતીય જનગણના કરાવવવાની માગણી કરી છે. ઇટીવી સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું છે કે જાતીય જનગણના અને પેગાસસ જાસૂસી વિવાદ પર તેઓએ નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું છે કે પેગાસસ મામલે જે પણ સાચું છે તે સામે આવવું જોઇએ. લાલુ પ્રસાદે જણાવ્યું છે કે ઘણી મોટી ગડબડ થઇ છે.
જાણો શું કહ્યું લાલુ પ્રસાદ યાદવે જનગણના વિશે ઝડપથી જનગણના થવી જોઇએ
આરજેડી અધ્યક્ષે જણાવ્યું છે કે જાતિ આધારિત જનગણના જરૂરથી થવી જોઇએ આ માગ લાંબા સમયથી થઇ રહી છે. આથી જેટલું બને તેટલા ઝડપથી જનગણના કરીને તેને પ્રકાશિત કરવામાં આવવી જોઇએ. કૃષિ કાયદા અંગે તેઓએ જણાવ્યું છે કે વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યું છે. ખેડૂત સંગઠનો પણ સરકારને ઘેરી રહ્યાં છે. આથી સરકારે આ કાયદા રદ્દ કરી દેવા જોઇએ. આ કાયદો ખેડૂતોના હિતમાં નથી.
વિપક્ષને કરીશ એકઠા
વધુમાં આરજેડી સુપ્રિમોએ જણાવ્યું હતું કે મારી તબિયત પહેલાથી સારી છે. હું થોડા દિવસમાં પટના પાછો ફરીશ અને વિપક્ષને એક કરવાના પ્રયત્નમાં લાગી જઇશ. હું મુલાયમ સિંહને મળ્યો, શરદ પવારને પણ મળ્યો. તમામ વિપક્ષો સરકારની સામે એકઠા થઇને ઉભા રહેશે.