- ઘાસચારા કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવ રહેશે કોર્ટમાં હાજર
- લાલુ પ્રસાદ યાદવ સહિત 28 આરોપીઓ કોર્ટમાં હાજર રહેશે
- બનાવટી બિલની મદદથી 46 લાખ રૂપિયા ગેરકાયદે ઉપાડનો મામલો
પટના, બિહાર: બાંકા સબ ટ્રેઝરી કેસ સંબંધિત ઘાસચારા કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) 23 નવેમ્બરે કોર્ટમાં આજે મંગળવારે હાજર રહેશે. ઘાસચારા કૌભાંડ કેસમાં (FODDER SCAM CASE) લાલુ પ્રસાદ યાદવ સહિત 28 આરોપીઓ પટનાના સ્પેશિયલ જજ કે પ્રજેશ કુમારની કોર્ટમાં હાજર રહેશે. ઘાસચારા કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવ અત્યાર સુધી ઝારખંડ કોર્ટમાં હાજર રહેતા હતા, પરંતુ હવે બિહારમાં તેની શરૂઆત થઈ રહી છે.
બાંકા સબ ટ્રેઝરીમાંથી 46 લાખ રૂપિયાનો ઉપાડ
ઉલ્લેખનીય છે કે, બનાવટી બિલની મદદથી બાંકા સબ ટ્રેઝરીમાંથી (Banka Sub-treasury) 46 લાખ રૂપિયા ગેરકાયદે ઉપાડનો મામલો છે. જેમાં વિશેષ ન્યાયાધીશે આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ સહિત 28 આરોપીઓને કોર્ટમાં હાજર રહેવા કહ્યું હતું.
શરૂઆતમાં કુલ 44 આરોપી હતા
અગાઉ આ કેસમાં જગદીશ શર્મા, ધ્રુવ ભગત, આરકે રાણા, વેદ જુલિયસ, સાધના સિંહ, ત્રિપુરારી મોહન પ્રસાદ સહિત 16 આરોપીઓ કોર્ટમાં પહોંચ્યા હતા. પૂર્વ મુખ્યપ્રધાન લાલુ યાદવ સહિત ત્રણ આરોપીઓ તેમના વકીલ મારફતે કોર્ટમાં હાજર થયા હતા. આ કેસ વર્ષ 1996થી ચાલી રહ્યો છે. શરૂઆતમાં કુલ 44 આરોપી હતા, પરંતુ હાલમાં 28 આરોપીઓ પર કેસ ચાલી રહ્યો છે અને અડધો ડઝન આરોપીઓના મોતની માહિતી કોર્ટમાં આપવામાં આવી છે.