પટનાઃકર્ણાટકમાં ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ બાજૂઆરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે મણિપુર હિંસા અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. આ સાથે તેમણે જમ્મુ-કાશ્મીરમાં બહાદુર જવાનોની શહાદત અને દેશમાં ચીનની ઘૂસણખોરી પર ચિંતા વ્યક્ત કરી છે. આરજેડી સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ યાદવે ટ્વીટ કર્યું કે મણિપુર સળગી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં આપણા બહાદુર જવાનો શહીદી આપી રહ્યા છે. પરંતુ વડાપ્રધાન અને ગૃહમંત્રી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. કટાક્ષ કરતા તેમણે આગળ લખ્યું છે કે મીડિયા દ્વારા બનાવવામાં આવેલા આ લોકોએ લોકશાહી, સંવાદિતા, ચૂંટણીની રાજનીતિ અને પદની ગરિમાને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી છે.
ચિંતા વ્યક્ત કરી: તમને જણાવી દઈએ કે મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં આદિવાસીઓએ તારીખ 3 મેના રોજ એકતા માર્ચ કાઢી હતી. ત્યારથી રાજ્યમાં મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી. સ્થિતિ એવી બની કે તોફાનીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો. વાતાવરણ હજુ પણ તંગ છે અને 54 લોકોના મોત થયા છે. બીજી તરફ જમ્મુમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં સેનાના ઘણા જવાનો શહીદ થયા છે. જેને લઈને લાલુ યાદવે કેન્દ્ર સરકારને ઘેરી છે. આ પહેલા જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે પણ મણિપુર હિંસા અંગે કેન્દ્ર સરકારની બેદરકારી પર નિશાન સાધ્યું હતું.
આ પણ વાંચો |