ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મેવાલાલને બિહારના નવા શિક્ષણ પ્રધાન બનાવાતા લાલુ યાદવે નીતીશ અને ભાજપ પર કર્યા આકરા પ્રહાર

લાલુ યાદવે બિહારના મુખ્યપ્રધાન નીતાશ કુમાર અમને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. સાથે જ લાલુ યાદવે ભાજપ ઉપર મેવાલાલ મુદ્દે મૌન ધારણ કરવા અંગે સવાલો ઉભા કર્યા છે.

લાલુ યાદવે નીતીશ અને ભાજપ પર કર્યા આકરા પ્રહાર
લાલુ યાદવે નીતીશ અને ભાજપ પર કર્યા આકરા પ્રહાર

By

Published : Nov 18, 2020, 10:23 PM IST

  • લાલુ યાદવે નીતીશ અને ભાજપ પર કર્યા આકરા પ્રહાર
  • મેવાલાલને બિહારના નવા શિક્ષણ પ્રધાન બનાવાતા કર્યા પ્રહાર
  • ડૉ. મેવાલાલ ચૌધરી વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો

પટનાઃ બિહારના નવા શિક્ષણ પ્રધાન ડૉ. મેવાલાલ ચૌધરી વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોને લઇને ભારે હોબાળો થયો છે. આરજેડી અધ્યક્ષ લાલુ યાદવે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા જેડીયુના ધારાસભ્ય મેવાલાલની બિહારના શિક્ષણ પ્રધાન તરીકે નિમણૂકને લઈને નીતિશ કુમાર અને ભાજપ નેતૃત્વ પર જોરદાર પ્રહાર કર્યા છે.

તેજસ્વી યાદવે કર્યો હતો 10 લાખ નોકરી આપવાનો વાયદો

ભાજપ પર પ્રહાર કરતા લાલુ યાદવે ટ્વિટ કર્યું હતું કે, તેજસ્વી યાદવ બિહારમાં 10 લાખ નોકરી આપવા માટે પ્રતિબદ્ધ હતો. નીતીશે કૌભાંડ કરનારા મેવાલાલને પ્રધાન બનાવીને તેની પ્રાથમિકતા બતાવી છે. જે ભાજપ ગઈકાલ સુધી મેવાલાલને ભ્રષ્ટ ગણાવી રહી હતી, તે આજે સત્તા મળવા પર ચૂપ છે. લાલુ યાદવના ટ્વિટનો જવાબ આપતા નેતા જીતનરામ માંઝીએ લખ્યું કે, હું પહેલીવાર જોઇ રહ્યો છું કે ભ્રષ્ટાચારના અનેક કેસનો સામનો કરી રહેલા અને જેના ઉપર કેટલાય છેતરપિંડીના અને ભ્રસ્ટાચારના કેસ ચાલી રહ્યા છે, તે કોઈ બીજા વિરૂદ્ધ ભ્રષ્ટાચારની ઝુંબેશ ચલાવી રહ્યા છે.

મેવાલાલ છે બિહારના નવા શિક્ષણ પ્રધાન

નીતીશ કુમારે તારાપુર પ્રદેશથી જીતીને આવેલા જેડીયુ નેતા મેવાલાલને બિહારના શિક્ષણ પ્રધાન બનાવ્યા છે, પરંતુ મેવાલાલની નિમણૂક અનેક સવાલો હેઠળ આવી છે. મેવાલાલ પર ભાગલપુરમાં કૃષિ યુનિવર્સિટીના વીસી હતા તે દરમિયાન સહાયક પ્રાધ્યાપકોની નિમણૂંકમાં ભ્રષ્ટ્રાચારના આક્ષેપો છે.

ABOUT THE AUTHOR

...view details