ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિજય માલ્યાની દીકરીને લલીત મોદીએ PA તરીકે રાખી હતી, આવું કામ કરતી - લલીત મોદી IPL કૌભાંડ

જ્યારે લલિત મોદીનું IPL કૌભાંડ પ્રકાશમાં આવ્યું ત્યારે એક મહિલા લૈલા મહેમૂદનું નામ પણ સામે આવ્યું હતું. બાદમાં જાણવા મળ્યું કે આ મહિલા ઉદ્યોગપતિ વિજય માલ્યાની સાવકી પુત્રી (Step Daughter) હતી. જે લલીત મોદીની પીએ તરીકે કામ કરી હતી.

વિજય માલ્યાની દીકરીને લલીત મોદીએ PA તરીકે રાખી હતી, આવું કામ કરતી
વિજય માલ્યાની દીકરીને લલીત મોદીએ PA તરીકે રાખી હતી, આવું કામ કરતી

By

Published : Jul 15, 2022, 5:53 PM IST

લંડનઃઈન્ડિયન પ્રીમિયર લીગની સફળતાપૂર્વક શરૂઆત કરીને ક્રિકેટને અબજો ડૉલરનો ઉદ્યોગ બનાવવાનો શ્રેય લલિત મોદીને (Lalit Modi Controversy IPL) જાય છે. હવે લલીત મોદીનું નામ સુસ્મિતા (Lalit Modi Dates With Sushmita Sen) સાથે ચર્ચમાં છે. એવી વાત સામે આવી છે કે, સુસ્મિતા લલીત મોદી સાથે ડેટ કરી રહી છે.આ જાહેરાત કર્યા પછી ટૂંક સમયમાં તેઓ લગ્ન કરવાના છે એવી વાત પણ સામે આવી છે.

આ પણ વાંચોઃ ઈંગ્લેન્ડ સામે ભારતની શર્મનાક હાર, ટોપ ઓર્ડર ફરી એકવાર ફ્લોપ

કોણ છે લૈલા અલીઃજ્યારે લલિત મોદીનું IPL કૌભાંડ પ્રકાશમાં આવ્યું ત્યારે એક મહિલા લૈલા મહેમૂદનું નામ પણ સામે આવ્યું હતું. બાદમાં જાણવા મળ્યું કે આ મહિલા ઉદ્યોગપતિ વિજય માલ્યાની સાવકી પુત્રી (Step Daughter) હતી. જે લલીત મોદીની પીએ તરીકે કામ કરી હતી.

વિવાદમાં લલીતઃ રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે સહિત ઘણા રાજકારણીઓ સાથે સારા સંબંધો ધરાવતા બિઝનેસમેન-કમ-ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર હંમેશા ચર્ચામાં રહ્યા છે. પછી તે IPLના અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન હોય કે જ્યારે તેમને લંડન જવાની ફરજ પડી હોય. વર્ષ 2013માં ઘણા હાઈ-પ્રોફાઈલ કેસ સામે આવ્યા હતા. લલીત મોદીનું નામ અનેક વિવાદોમાં ફસાયેલું છે. 56 વર્ષના લલિત મોદીએ એક ખાનગી જેટથી વિશ્વની મુસાફરી કરી હતી. એક સમયે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની સાવકી પુત્રીને તેમના અંગત સહાયક-પીએ તરીકે નિયુક્ત કરી હતી.

આ પણ વાંચોઃ આ એક્ટ્રેસનો ખુલાસો, એક વ્યક્તિ તેને સેલેરી વાઈફ બનાવવા માંગતો હતો, દર મહિને 25 લાખની ઓફર

IPL કૌભાંડઃ જ્યારે લલિત મોદીનું આઈપીએલ કૌભાંડ પ્રકાશમાં આવ્યું ત્યારે કોચી ફ્રેન્ચાઈઝીના પ્રતિનિધિઓએ 2010માં BCCIને ફરિયાદ કરી હતી કે, તેઓએ તેમને ફ્રેન્ચાઈઝી છોડવાની ધમકી આપી હતી. તે જ સમયે લૈલા મહેમૂદ નામની મહિલા પણ એમની સાથએ દેખાઈ હતી. બાદમાં એવું બહાર આવ્યું હતું કે મહિલા માલ્યાની સાવકી પુત્રી હતી અને મોદીની PA તરીકે કામ કરતી હતી. વર્ષ 2013 માં BCCI એ એને સસ્પેન્ડ કર્યા પછી, લલિત મોદી સામે 22 આરોપો સામે આવ્યા હતા.

ડેટિંગ વીથ સુસ્મિતાઃ જેમાં IPL ગવર્નિંગ કાઉન્સિલને બાયપાસ કરીને, લલિત મોદી લંડન ગયો હતો. જ્યાંથી તેમણે તેમના સસ્પેન્શનનો કેસ લડવાનું ચાલુ રાખ્યું. પરંતુ આખો સમય તે લાઈમલાઈટમાં રહ્યો. આકર્ષક કારમાં ફરતો હતો અને ઉચ્ચ અને પૈસાથી પાવરફૂલ લોકો સાથે મોજ-મજા કરતો હતો. બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને 1994માં મિસ યુનિવર્સની વિજેતા સુષ્મિતા સેન અને લલિત મોદીના ડેટિંગના સમાચાર સામે આવ્યા છે. સેન એ એમને પોતાનો જીવનસાથી ગણાવતા લલિત મોદીએ ગુરુવારે તેમના ચાહકોને આ અંગેની માહિતી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details