ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Lalan Singh Resign: JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી લલન સિંહનું રાજીનામું, પાર્ટીની કમાન સંભાળશે નીતિશ કુમાર

બિહારની રાજનીતિ સાથે જોડાયેલા આ સમયના મોટા સમાચાર આવી રહ્યા છે. લલન સિંહે JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેની સાથે જ નીતિશ કુમારે જેડીયુ અધ્યક્ષ પદની જવાબદારી સંભાળી છે.

Lalan Singh Resign
Lalan Singh Resign

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 1:59 PM IST

દિલ્હી/પટનાઃછેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા લલન સિંહના રાજીનામાના સમાચારને આખરે સમર્થન મળી ગયું છે. દિલ્હીમાં JDU રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દરમિયાન લલન સિંહે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લલન સિંહે પોતે જ પદ છોડવાની ઓફર કરી હતી. હવે CM નીતિશ કુમાર પોતે પાર્ટીની કમાન સંભાળશે.

લલન સિંહે રાજીનામું આપ્યુંઃ લલન સિંહના રાજીનામા બાદ બિહાર સરકારના મંત્રી વિજય કુમાર ચૌધરીએ કહ્યું કે નીતીશ કુમારે પ્રમુખ પદ સ્વીકારી લીધું છે. હવે રાષ્ટ્રીય પરિષદની બેઠક થશે અને જો દરખાસ્ત મંજૂર થશે તો સ્વાભાવિક રીતે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે. કેસી ત્યાગીએ કહ્યું કે પાંચ વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.

"લલન સિંહે પોતે કહ્યું હતું કે અગાઉ પણ તેમણે મુખ્યપ્રધાનની સૂચના પર જ પદ સ્વીકાર્યું હતું. હવે ચૂંટણી લડવા માટે તેમણે સતત બહાર રહેવું પડશે, તેથી તેમણે મુખ્યપ્રધાનને આ પદ સ્વીકારવા વિનંતી કરી હતી." - વિજય કુમાર ચૌધરી, બિહાર સરકારમાં મંત્રી

JDUની બેઠકમાં મોટો નિર્ણયઃછેલ્લા ઘણા દિવસોથી લલન સિંહે પાર્ટીના પદ પરથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર આવી રહ્યા હતા. જો કે, પાર્ટીના કોઈપણ નેતા આ અંગે ખુલીને બોલવાનું ટાળતા જોવા મળ્યા હતા. ખુદ લલન સિંહે રાજીનામાની વાતને નકારીને મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. પરંતુ હવે દિલ્હીમાં ચાલી રહેલી JDU રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લલન સિંહે પાર્ટીના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

નીતિશે રાજીનામું સ્વીકાર્યુંઃદિલ્હી જતા પહેલા જ્યારે પટનામાં નીતિશ કુમારને લલન સિંહના રાજીનામા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે આ અંગે અસ્પષ્ટ જવાબ આપ્યો. ત્યારપછીથી અટકળોનું બજાર વધુ ગરમ થયું હતું. હવે જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લલન સિંહનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે.

પાર્ટીની કમાન નીતિશ કુમારના હાથમાંઃલલન સિંહના રાજીનામાની સાથે જ નીતિશ કુમારે પાર્ટીની કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. લલન સિંહે બેઠક દરમિયાન અધ્યક્ષ પદ માટે નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. નીતીશના ખાસ મંત્રી અશોક ચૌધરીએ પહેલા જ આ વાતનો ખુલાસો કર્યો હતો.

  1. Aap MP Sanjay Singh: આપ સાંસદ સંજય સિંહે આજે રાખશે ઉપવાસ, લોકોને કરી આવી અપીલ
  2. Shashi Tharoor: આગામી લોકસભા ચૂંટણી મારી છેલ્લી ચૂંટણી હોઈ શકે છેઃ શશિ થરૂર

ABOUT THE AUTHOR

...view details