ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લખીમપુર હિંસા મામલે દેશભરમાં કોંગ્રેસનું 'મૌન વ્રત' કાર્યક્રમ

અજય મિશ્રા(Ajay Mishra)ને બરતરફ કરવાની માંગ માટે કોંગ્રેસ આજે એટલે કે, 11 ઓક્ટોબરે 'મૌન વ્રત' કાર્યક્રમનું આયોજન કરશે. લખીમપુર ખેરી જિલ્લાના ટીકોનિયા વિસ્તારમાં રવિવારે નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાતના વિરોધમાં હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા.

Congress : લખીમપુર હિંસા મામલે દેશભરમાં કોંગ્રેસનું 'મૌન વ્રત' કાર્યક્રમ
Congress : લખીમપુર હિંસા મામલે દેશભરમાં કોંગ્રેસનું 'મૌન વ્રત' કાર્યક્રમ

By

Published : Oct 11, 2021, 8:45 AM IST

  • કોંગ્રેસનુ આજે લખીમપુર હિંસાને લઈને 'મૌન અનશન'
  • અજય મિશ્રાની હિંસાની સુનાવણી આજે સવારે
  • આશિષ મિશ્રા સામે ગંભીર કલમોમાં કેસ નોંધાયો

દિલ્હી: લખીમપુર હિંસા (Lakhimpur violence) કેસના તમામ આરોપીઓની ધરપકડ અને કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રાની બરતરફીની માંગ માટે કોંગ્રેસ સોમવારે દેશભરમાં 'મૌન વ્રત' કાર્યક્રમનું આયોજન કરશે. પક્ષના સંગઠનના મહાસચિવ કે.સી. વેણુગોપાલે પ્રદેશ કોંગ્રેસ સમિતિઓને મોકલેલા પત્ર અનુસાર, 11 ઓક્ટોબરના રોજ, કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો વતી, રાજ ભવનો અથવા કેન્દ્ર સરકારની કચેરીઓ સામે તમામ રાજ્યના મુખ્ય મથકો પર સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી 'મૌન ઉપવાસ' રાખવામાં આવશે.

'મૌન ઉપવાસ' કોંગ્રેસનો વરિષ્ઠ નેતાઓ કાર્યક્રમા હાજર

તમામ રાજ્ય એકમોને આ કાર્યક્રમોમાં વરિષ્ઠ નેતાઓ, સાંસદો, ધારાસભ્યો અને આગળની સંસ્થાઓ અને વિભાગોના વડાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે. કોંગ્રેસ 'મૌન વ્રત' દ્વારા લખીમપુર ખેરી હિંસા સાથે જોડાયેલા તમામ આરોપીઓની ધરપકડ અને અજય મિશ્રાને મંત્રી પદ પરથી હટાવવાની માંગ કરશે.

પોલીસે અજય મિશ્રાની દસ કલાક પૂછપરછ કરી

મહત્વની વાત એ છે કે, લખીમપુર ખેરી જિલ્લાના ટીકોનિયા વિસ્તારમાં રવિવારે નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાતના વિરોધ દરમિયાન થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. આ કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ સહિત ઘણા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

લખીમપુર ખેરી હિંસાના આરોપી અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે લગભગ સાડા દસ કલાક સુધી પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેને રિમાન્ડ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. મેજિસ્ટ્રેટે આશિષ મિશ્રાને ત્રણ દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી આપ્યા હતા. આ મામલાની સુનાવણી આજે સવારે 11 કલાકે થશે.

આશિષ મિશ્રા સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો

લખીમપુર ખેરીમાં હિંસાના આરોપી આશિષ મિશ્રાની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. આશિષ લખીમપુરના ટીકુનિયા કેસમાં મુખ્ય આરોપી છે. તેની સામે 302, 304A, 147, 148, 149, 279, 120B સહિત તમામ ગંભીર કલમો(Serious clauses)માં કેસ નોંધાયેલા છે.

આ પણ વાંચોઃ Lakhimpur Violence: ગૃહ રાજ્યપ્રધાનના પુત્ર આશિષ મિશ્રા પોલીસ સમક્ષ હાજર

આ પણ વાંચોઃ ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં હાર્દિક પટેલ

ABOUT THE AUTHOR

...view details