ઉત્તર પ્રદેશ: 2 સગી બહેનોના શંકાસ્પદ સંજોગોમાં મોતના મામલામાં એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે બંને મૃતદેહોને સંજ્ઞાન લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. તેમણે કહ્યું કે, પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. સંબંધીઓએ એક નામના અને 3 અજાણ્યા યુવકો પર બંને બહેનોનું અપહરણ કરીનેદુષ્કર્મ કર્યા બાદ તેમની હત્યા (Lakhimpur Murder Case) કરવાનો આરોપ લગાવ્યો છે. આઈજી લક્ષ્મી સિંહે ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ ગુનાને અંજામ આપનાર 4 આરોપીને પોલીસે કસ્ટડીમાં લીધા છે.
પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો :2 દલિત બહેનોના મૃતદેહ ઝાડ પર (two sisters found hanging from tree) લટકેલા મળી આવ્યા હતા. પરિજનોએ બંને યુવકો પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. હાલ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ કેસમાં પોલીસે 1 આરોપીને કસ્ટડીમાં લીધો છે. બંને બહેનોની હત્યા, દુષ્કર્મ અને પોક્સો એક્ટમાં FIR નોંધવામાં આવી છે. નિગાસન કોતવાલી વિસ્તારમાં બુધવારે 2 બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા હતા. પરિવારજનોએ બાઇક સવારો પર સગીર છોકરીઓનું તેમના ઘરેથી અપહરણ કરીને તેમને લટકાવવાનો આરોપ લગાવ્યો છે. હાલ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આઈજી લક્ષ્મી સિંહ પણ લખનૌ લખીમપુર જવા રવાના થઈ ગયા છે.
3 યુવકો પર અપહરણ કરીને હત્યા કરવાનો લગાવ્યો આરોપ :મૃતક છોકરીઓમાં એક 10મા ધોરણની અને બીજી 7મા ધોરણની વિદ્યાર્થિની છે. મૃતક છોકરીઓની માતાએ નજીકના ગામના 3 યુવકો પર તેમની દીકરીઓનું અપહરણ કરીને હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ આ મામલે હાલ કંઈ બોલી રહી નથી. છોકરીની માતાના કહેવા પ્રમાણે 3 બાઇક સવાર છોકરાઓ છોકરીઓને ગામ નજીકથી લઈ ગયા હતા. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, મધ્ય ગામમાંથી આ રીતે બંન્ને છોકરીઓનું અપહરણ કરવું કેટલું યોગ્ય છે.