લખીમપુર ખીરીઃ 3 ઓક્ટોબરે ટિકુનિયા શહેરમાં થયેલી હિંસામાં 4 ખેડૂતો અને એક પત્રકાર સહિત 8 લોકોના મોત થયા હતા. ટિકુનિયાની ઘટનામાં કેન્દ્રિય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રાના પૂત્ર આશિષ મિશ્રા મોનુ સહિત 13 આરોપીઓ જિલ્લાની જેલમાં બંધ છે. જોકે, આશિષ મિશ્રાની 10 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે પહેલા 7 ઓક્ટોબરે આશિષ મિશ્રાના નજીકના લવકુશ અને આશિષ પાંડેની ધરપકડ કરવામાં આવી હતી. લખીમપુર ખીરી હિંસામાં (Lakhimpur Kheri Violence Case) ઉત્તરપ્રદેશ SITએ 5,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. સૂત્રોના મતે, ચાર્જશીટમાં ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રા ટેનીનો પુત્ર આશિષ મિશ્રાને મુખ્ય આરોપી બતાવવામાં (Ashish Mishra, son of Union Home Minister, is the Prime accused) આવ્યો છે. SITના મતે, આશિષ ઘટનાસ્થળ પર જ હાજર હતો. આજે ઘટનાને ત્રણ મહિના પૂર્ણ થયા છે. આ મામલામાં પહેલી ધરપકડ 7 ઓક્ટોબરે થઈ હતી. પહેલી ધરપકડના 90 દિવસ પૂરા થતા પહેલા જ કોઈ પણ કિંમતે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવી જરૂરી છે. તેવામાં 6 જાન્યુઆરી સુધી કોર્ટમાં ચાર્જશીટ (Chargesheet in Lakhimpur Kheri violence case) દાખલ થવાની છે.
આ પણ વાંચો-Lakhimpur Kheri Violence : લખીમપુર ખેરીમાં ટીકુનિયા કેસમાં અન્ય એક આરોપીની ધરપકડ
તિકુનિયા હિંસામાં 8 લોકોના મોત થયા હતા
આપને જણાવી દઈએ કે, 3 ઓક્ટોબરે તિકુનિયામાં થયેલી હિંસામાં 4 ખેડૂતો અને 1 પત્રકાર સહિત 8 લોકોના મોત થયા હતા. તિકુનિયા કાંડમાં કેન્દ્રિય ગૃહરાજ્યપ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા મોનુ સહિત 13 આરોપી જિલ્લા જેલમાં બંધ છે. આશિષ મિશ્રાની ધરપકડ ભલે 10 ઓક્ટોબરે થઈ હતી, પરંતુ તેની પહેલા 7 ઓક્ટોબરે આશિષ મિશ્રાના નજીકના લવકુશ અને આશિષ પાંડેયની ધરપકડ કરવામાં આવી હતી.
90 દિવસની અંદર તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરવાની હોય છે
બંનેને 8 ઓક્ટોબરે ન્યાયિક કસ્ટડીમાં જેલ મોકલવામાં આવ્યા હતા. કાયદાના નિષ્ણાતોના મતે, હત્યા જેવા જઘન્ય કેસમાં તપાસકર્તાઓએ ન્યાયિક કસ્ટડીના પહેલા દિવસથી 90 દિવસની અંદર તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ (Chargesheet in Lakhimpur Kheri violence case) કરવાની હોય છે અને જો આવું ન થઈ શકે તો આરોપીને આ આધારે જામીન પર છોડવા પડશે.
તપાસ ટીમે ચાર્જશીટ ટીમને મોકલી
90 દિવસનો સમય 6 ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યો છે. તેથી શિયાળાના વેકેશન દરમિયાન ચાર્જશીટ દાખલ કરતા પહેલા તપાસ ટીમે કાયદાકીય માપદંડો અને ટેકનિકલ મુદ્દાઓ પર નિર્ણાયક ભલામણ કરવા સૂચિત ચાર્જશીટ કાનૂની ટીમને (Chargesheet in Lakhimpur Kheri violence case) મોકલી છે. આ અંગે લગભગ સર્વસંમતિ છે.
10 ઓક્ટોબરે થઈ હતી આશિષ મિશ્રા મોનુની ધરપકડ