ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Lakhimpur Kheri Case: મુખ્ય આરોપી આશિષ મિશ્રાના જામીન ઓર્ડરમાં સુધારો કરવાનો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ - ભારતીય કિસાન યુનિયન

હાઈકોર્ટની લખનૌ બેંચે (Lucknow Bench of Allahabad High Court) લખીમપુર ઘટના (lakhimpur kheri violence)ના મુખ્ય આરોપી આશિષ મિશ્રાના જામીન ઓર્ડરમાં સુધારો કરવાના આદેશ આપ્યા છે. જસ્ટિસ રાજીવ સિંહે આશિષ મિશ્રા દ્વારા દાખલ કરેલી સુધારણા અરજી બાદ આ આદેશ આપ્યો છે.

Lakhimpur Kheri Case: મુખ્ય આરોપી આશિષ મિશ્રાના જામીન ઓર્ડરમાં સુધારો કરવાનો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
Lakhimpur Kheri Case: મુખ્ય આરોપી આશિષ મિશ્રાના જામીન ઓર્ડરમાં સુધારો કરવાનો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ

By

Published : Feb 14, 2022, 8:02 PM IST

લખનૌ: હાઈકોર્ટની લખનૌ બેંચે (Lucknow Bench of Allahabad High Court) લખીમપુર ઘટના (lakhimpur kheri violence)ના મુખ્ય આરોપી આશિષ મિશ્રાના જામીનના આદેશમાં સુધારો કરવાના આદેશ આપ્યા છે. જસ્ટિસ રાજીવ સિંહે આશિષ મિશ્રા દ્વારા દાખલ કરેલી સુધારણા અરજી બાદ આ આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, સુનાવણી બાદ જામીનના આદેશમાં બાદબાકી કરાયેલી IPCની કલમ 302 અને 120B ઉમેરવામાં આવે. 10 ફેબ્રુઆરીએ કોર્ટે આશિષ મિશ્રાની જામીન અરજી મંજૂર કરી હતી.

પ્રિયંકા ગાંધીએ અજય મિશ્રા ટેનીના રાજીનામાની માંગ કરી

અલ્હાબાદ હાઈકોર્ટ (Allahabad high court)ની લખનૌ બેંચેલખીમપુર ખીરીના તિકુનિયા કેસમાં આરોપી કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન (union minister of state for home affairs) અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુને જામીન આપ્યા છે. રાષ્ટ્રીય લોક દળના પ્રમુખ (President of the National Lok Dal) જયંત ચૌધરી અને ભારતીય કિસાન યુનિયને (Bhartiya kisan union) આશિષ મિશ્રાને જામીન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ફરી એકવાર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે. આ ઘટનામાં 4 ખેડૂતો સહિત 8 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો:Lakhimpur Kheri Violence Case: લખીમપુર હિંસા કેસમાં કેન્દ્રીય પ્રધાનના પુત્ર આશિષ મિશ્રાને મળ્યા જામીન

આશિષ મિશ્રાના વકીલે શું કહ્યું હતું?

જસ્ટિસ રાજીવ સિંહની સિંગલ ડિવિઝન બેન્ચે ગુરુવારે આ મામલામાં આશિષ મિશ્રાને જામીન આપ્યા હતા. મિશ્રાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, તેમનો અસીલ નિર્દોષ છે અને તેમની સામે એવો કોઈ પુરાવો નથી કે તેમણે ખેડૂતોને કચડી નાખવા માટે વાહન ચાલકને ઉશ્કેર્યો હોય. અરજીનો વિરોધ કરતા એડિશનલ એડવોકેટ જનરલ વીકે શાહીએ કહ્યું હતું કે, મિશ્રા કારમાં હતા જેણે કથિત રીતે ખેડૂતોને તેના પૈડા નીચે કચડી નાખ્યા હતા.

આ પણ વાંચો:UP Assembly Election 2022: ભાજપને હરાવવા અખિલેશ યાદવે લીધો 'અન્ન સંકલ્પ'

જયંત ચૌધરી અને ભારતીય કિસાન યુનિયને ન્યાય પ્રણાલી પર પ્રશ્નો ઉઠાવ્યા

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાની તપાસ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રિટાયર્ડ જસ્ટિસ રાકેશ કુમાર જૈનની દેખરેખ હેઠળ કરવામાં આવી છે. કોર્ટની લખનૌ બેન્ચે 18 જાન્યુઆરીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી પૂરી કર્યા બાદ મિશ્રાની અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. લખીમપુર ખીરી કેસ (lakhimpur kheri case)માં કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને હાઈકોર્ટ દ્વારા જામીન આપવા વચ્ચે રાષ્ટ્રીય લોક દળના પ્રમુખ જયંત ચૌધરી અને ભારતીય કિસાન યુનિયને ગુરુવારે દેશની ન્યાય પ્રણાલી પર સવાલ ઉઠાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details