- ભારત-ચીન વચ્ચે 8મી કમાન્ડર સ્તરની બેઠક
- ભારત - ચીન સરહદ વિવાદ
- ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ પી.જી.કે. મેનન કરશે
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ તણાવને ઘટાડવા માટે બંને દેશોની સૈન્ય વચ્ચેની વાટાઘાટો સતત ચાલુ છે. બંને દેશની સૈન્ય વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની આઠમી રાઉન્ડની વાતચીત 6 નવેમ્બરના રોજ યોજાશે.
બંને દેશ વચ્ચે તણાવ દુર કરવા બેઠક
મળતી માહિતી મુજબ આ સૈન્ય વાર્તા પૂર્વી લદ્દાખના ચુશુલમાં યોજાશે. બંને પક્ષો એપ્રિલથી મે દરમિયાન પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા લશ્કરી તણાવ અંગે વાટાઘાટો કરશે. બંને પક્ષો વિવાદના સમાધાન અને સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવા ચર્ચા કરશે. આ પહેલા સૈન્ય વાટાઘાટોનો સાતમો રાઉન્ડ 12 ઓક્ટોબરના રોજ યોજાયો હતો.