રોગાન કળાના યુવા કસબી મુનાફ સિધિક ખત્રીએ મેળવ્યો રાજ્ય હસ્તકલા એવોર્ડ કચ્છ:વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે યોજાયેલ રાજ્ય હસ્તકલા એવોર્ડ સમારોહમાં કચ્છના નીરોણાના રોગાન કલાના કારીગર મુનાફ સિધિક ખત્રીને ટ્રી ઓફ લાઈફ-રોગાન આર્ટ માટે રાજ્ય હસ્તકલા એવોર્ડ-2021 માટે દ્વિતીય સ્થાને પસંદગી પામતા ગુજરાત સરકાર દ્વારા સન્માન પત્ર અને 50,000 રૂપિયાનો ચેક કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ પ્રધાન જગદીશ વિશ્વકર્માના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
40 x 30 ઇંચના ટ્રી ઓફ લાઇફનું ઝીણવટભર્યું વોલ પીસ ભારતની લુપ્ત થતી વિરાસતને આગળ વધારી: 400 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતી અને લુપ્ત થતી રોગાન કળાને છેલ્લાં થોડાક વર્ષોથી પ્રસિદ્ધિ મળી રહી છે. જેના લીધે આ કળા સાથે સંકળાયેલા કારીગરોને રોજગારી સાથે જ તેમને નામના પણ મળી રહી છે. એવોર્ડ મેળવનાર નીરોણાના યુવા કારીગર મુનાફ ખત્રીના દાદા 50 વર્ષ પહેલા તેન આ ગામઠી રોગાન કળાના નીરોણા ગામમાં મુખ્ય કારીગર હતા. તેના પિતા સિધિક ભાઈએ આ કળા મૂકી દીધી હતી. ત્યાર બાદ આ આ રોગાન કળાને મુનાફના મોટા ભાઈ રિઝવાન પાસેથી 2015 માં ધોરણ 11 બાદ ભણવાનું મૂકીને ભારતની આ લુપ્ત થતી વિરાસતને આગળ વધારવા માટે શીખી હતી.
"નેચરલ કલરનો ઉપયોગ કરીને રોગાન કળાના આ 40 x 30 ઇંચના ટ્રી ઓફ લાઇફનું ઝીણવટભર્યું વોલ પીસ પેઈન્ટિંગ બનાવ્યું હતું. 2021માં રાજ્ય સ્તરના પુરસ્કાર માટે નામાંકન કર્યું હતું. આ આર્ટ પીસ બનાવતા એક મહિના જેટલો સમય લાગ્યો હતો. આ રોગાન આર્ટનું વોલ પીસ બ્લેક કલરના કોટન કાપડ ઉપર બનાવવામાં આવ્યું હતું. આ વોલ પીસને બનાવવા માટે એરંડીયાના તેલને જંગલમાં લઈ જઈને ગરમ કરીને તેનું શૈલી બનાવી અને તેની અંદર નેચરલ કલરને મિશ્રણ કરીને કલર બનાવ્યું છે." - મુનાફ ખત્રી, રોગાન કારીગર
રોગાન કળાની મુખ્ય વિશેષતા:આ કળામાં કાપડ ઉપર કોઈપણ પ્રકારની ડિઝાઈન દોર્યા વગર ડાયરેકટ કલરથી આ પેન્ટીંગ બનાવવામાંઆવે છે. મોટા ભાગે રોગાન આર્ટ પેન્ટીંગમાં બન્ને બાજુ સરખી ડિઝાઈન બનાવવામાં આવે છે. પણ આ ખાસ રોગાન વોલ પીસમાં બન્ને બાજુ અલગ-અલગ ડિઝાઈન બનાવવામાં આવી છે. જેનાથી આ રોગાન વોલ પીસ બીજા વોલ પીસથી અલગ લાગે છે. આ વોલ પીસમાં ત્રણ પ્રકારે કામ કરવામાં આવ્યું છે. જેમાં આઉટ લાઈન (લેટ), ઉપસેલી લાઈન અને જીણા જીણા ડોટ દ્વારા આ તૈયાર કરવામાં આવ્યું છે. આ પેન્ટીંગ આખું તૈયાર થઈ ગયા બાદ તેને 1 દિવસ તડકામાં સુકાવવામાં આવ્યું છે.
રાજ્ય હસ્તકલા એવોર્ડ 2021 એનાયત લુપ્ત થતી કળાના કારીગરોને પ્રોત્સાહન: રાજ્ય સરકાર દ્વારા આ એવોર્ડ આપવામાં આવતા ખૂબ જ આનંદની લાગણી અનુભવાઇ રહી છે. ખાસ કરીને સરકાર આવી જ રીતે લુપ્ત થતી કળાઓના કારીગરોને પ્રોત્સાહન આપે તો આ કળાને વધુ વિકસાવી શકાય છે. રોગાન આર્ટ હાલમાં ગામમાં બહેનોને પણ શીખવાડવામાં આવી રહી છે અને રોજગારી આપવામાં આવી રહી છે. હાલમાં ગામમાં 2 પરિવારોએ આ કળા જાળવી રાખી છે.
- Kutch Banni Area: બન્ની ગ્રાસલેન્ડે લીલી ચાદર ઓઢી, વરસાદ બાદ ઘાસનું મબલખ ઉત્પાદન, જુઓ ડ્રોનના આકાશી દ્રશ્યો
- જાણો સરહદી ગામ હોડકોના લોકો કઈ રીતે કરે છે જીવનનિર્વાહ, અહીં છે 100 વર્ષ જૂના ભુંગા