- અંબાલામાં ગુરુવારે લખીમપુર ખેરી જેવી જ ઘટના સામે આવી
- સાંસદ નાયબ સૈનીની ગાડીએ એક ખેડૂતને મારી ટક્કર
- ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું
અંબાલા, હરિયાણા : અંબાલા(Ambala)માં ગુરુવારે લખીમપુર ખેરી (Lakhimpur kheri) જેવી જ ઘટના સામે આવી છે. નારાયણગઢમાં ભાજપના નેતાઓ (BJP Program) રમત પ્રધાન સન્દીપ સિંહ અને કુરુક્ષેત્રના સાંસદ નાયબ સૈની(MP Nayab Saini) એક સન્માન સમારોહમાં જવા માટે નિકડ્યા હતા. આ અંગે ખેડૂતોને જાણ થતાં જ ખેડૂતો તે કાર્યક્રમનો વિરોધ કરવા ત્યાં પહોંચ્યા હતા. આ સાથે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ખેડૂતોએ રસ્તો પણ બંધ કર્યો હતો. આ વિરોધમાં એક ખેડૂત ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, તેના પર કાર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ખેડૂતોએ વિરોધની જાહેરાત કરી
ગુરુવારે રમત રાજ્ય પ્રધાન સંદીપ સિંહ અને કુરુક્ષેત્રના સાંસદ નાયબ સૈની અંબાલાના નારાયણગઢ ખાતે એક સન્માન સમારોહમાં જવા નીકડ્યા હતા. ખેડૂતોને આ અંગેની જાણ થતાં જ તેઓએ તેમના વિરોધની જાહેરાત કરી હતી. જે બાદ ઘણા ખેડૂતો ત્યાં પહોંચ્યા અને વિરોધ શરૂ કર્યો, જેમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.
નેતાઓ દ્વારા જાતિવાદને પ્રોત્સાહન