ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એવું તો શું થયું કે સગા ભાઈએ જ કરી બહેનની હત્યા - દંપતીની નિર્દયતાથી હત્યા

તમિલનાડુમાં આંતરજ્ઞાતિય યુગલને યુવતીના (Couple Murdered In Tamil Nadu) ભાઈએ કથિત રીતે ઢોર માર માર્યો હતો. કુંભકોનમ નજીક થુલુક્કાવેલી ગામની રહેવાસી 24 વર્ષીય સરન્યા ચેન્નાઈમાં નર્સ તરીકે કામ કરતી હતી. તે 5 મહિના પહેલા ચેન્નાઈના તિરુવન્નામલાઈ નજીક પોન્નુરના રહેવાસી 31 વર્ષીય મોહનને મળી હતી અને બંન્ને પ્રેમમાં પડ્યા હતા.

એવું તો શું થયું કે સગા ભાઈએ જ કરી બહેનની હત્યા
એવું તો શું થયું કે સગા ભાઈએ જ કરી બહેનની હત્યા

By

Published : Jun 15, 2022, 12:41 PM IST

તમિલનાડુ: પાંચ દિવસ પહેલા લગ્ન કરનાર આંતરજ્ઞાતિય યુગલને યુવતીના (Couple Murdered In Tamil Nadu) ભાઈએ કથિત રીતે ઢોર માર માર્યો હતો. કુંભકોનમ નજીક થુલુક્કાવેલી ગામની રહેવાસી 24 વર્ષીય સરન્યા ચેન્નાઈમાં નર્સ તરીકે કામ કરતી હતી. તે 5 મહિના પહેલા ચેન્નાઈના તિરુવન્નામલાઈ નજીક પોન્નુરના રહેવાસી 31 વર્ષીય મોહનને મળી હતી અને બંન્ને પ્રેમમાં પડ્યા હતા.

આ પણ વાંચો:Surat murder case: પત્નીએ પતિની હત્યા કરી હોવાનો આક્ષેપ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

યુવતીાના ભાઈએ જ હત્યાનો પ્લાન બનાવ્યો :સરન્યાનો ભાઈ શક્તિવેલ ઈચ્છતો હતો કે, તે તેના સાળા રંજીત સાથે લગ્ન કરે, આ વાત સરન્યાને જણાવી, પરંતુ સરન્યાએ આનો જવાબ આપ્યો ન હતો અને ચેન્નાઈમાં મોહન સાથે લગ્ન કર્યા હતા, ત્યારપછી તેના પરિવારને ફોન પર જાણ કરી હતી. આ સાંભળીને ભાઈ શક્તિવેલએ હત્યાનો પ્લાન બનાવ્યો અને પછી દંપતીને રિસેપ્શન માટે પોતાના ઘરે બોલાવ્યા હતા.

શક્તિવેલ અને રંજીતે કથિત રીતે દંપતી પર હુમલો કર્યો હતો :દંપતી થુલુક્કાવેલી પહોંચ્યું હતું અને શક્તિવેલના ઘરે બપોરનું ભોજન લીધું હતું. જ્યારે સરન્યા અને મોહન ચેન્નાઈ પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે શક્તિવેલ અને રંજીતે કથિત રીતે દંપતી પર હુમલો કર્યો હતો. બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાના સંબંધમાં ભાઈ શક્તિવેલ અને એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે. તંજાવુર એસપી જી રાવલી પ્રિયાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને પત્રકારોને જણાવ્યું હતુ.

આ પણ વાંચો:Suicide Case in Rajkot : પતિનો ફોટો લઈને બાળકો સાથે મહિલા પહોંચી કમિશ્નર ઓફિસ

ABOUT THE AUTHOR

...view details