જમ્મુ અને કાશ્મીરઃકઠુઆના કુલદીપ સિંહ લગભગ 29 વર્ષ પાકિસ્તાનની જેલમાં રહ્યાં બાદ આખરે સ્વદેશ પરત (29 Years After Return Kuldep Singh In India) ફર્યો છે, ત્યારે તેણે કહ્યું ઘરે પાછા ફરવું એ બીજો જન્મ લેવાથી ઓછું નથી. મીડિયા સાથે વાત કરતા કઠુઆના કુલદીપ સિંહ પોતાની વેદના જણાવતા કહે છે કે, સરહદ પર કામ કરતા હું રસ્તો ભટકી ગયો હતો. પાકિસ્તાનમાં જે પણ પકડાય છે તેને જાસૂસ તરીકે ગણવામાં આવે છે, મારી સાથે પણ આ ધટનાએ આકાર લીધો હતો.
કુલદીપ સિંહ દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી
કુલદીપ સિંહ દ્વારા સરકારને વિનંતી (Request to Kuldeep Singh's government) કરાય છે કે, જે લોકોએ ત્યાં પોતાની શરતો પૂર્ણ કરી લીધી છે અને જેઓ આઝાદ થવાની રાહ જોઈ રહ્યા છે તેમને સ્વતંત્રતા મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, 29 વર્ષ પાકિસ્તાનની જેલમાં વિતાવ્યા બાદ કુલદીપ સિંહ તાજેતરમાં જ સ્વદેશ પરત ફર્યા છે.
જાણો કુલદીપએ મીડિયા સાથે શું વાત કરી
કઠુઆના રહેવાસી કુલદીપ સિંહને હજુ માન્યમાં નથી આવતું કે તેઓ પોતાના દેશમાં આવી ગયાં છે. તેની ખુશીને વ્યક્ત કરવા તેને શબ્દો નથી મળતા. પાકિસ્તાનની જેલમાં આટલો લાંબો સમય વ્યતીત કર્યા બાદ તેને લાગવા માંડ્યું હતું કે કદાચ તે હવે ક્યારેય પોતાના વતન પરત ફરી શકશે નહીં. કદાચ આ જ કારણ છે કે, જ્યારે તે પોતાના ઘરે પહોંચ્યો ત્યારે મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું કે તેના ઘરે પરત ફરવું એ બીજો જન્મ લેવાથી ઓછો નથી.
કુલદીપ સિંહનું તેમના વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
પાકિસ્તાનની જેલમાં 29 વર્ષ ગાળ્યા બાદ સ્વદેશ પરત ફરેલા કઠુઆના રહેવાસી કુલદીપ સિંહનું તેમના વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે યુવાનોને સલાહ આપતા જણાવ્યું કે દેશ માટે કોઈ પણ પ્રકારનું બલિદાન આપવાની જરુર પડે તો પીછે ન હટ ન કરવું. પાકિસ્તાને સોમવારે ઔરંગાબાદના મોહમ્મદ ગુફરાન સાથે સિંહ (53)ને મુક્ત કર્યા હતા અને ઘરે પરત ફર્યા બાદ તેઓ પંજાબના ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં (Guru Nanak Dev Hospital) રેડ ક્રોસ ભવન પહોંચ્યા હતા.