- ઓલરાઉન્ડર કૃનાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
- મેચ એક દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યો
- કૃણાલના સંપર્કમાં આવેલા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યો
શ્રીલંકા (કોલંબો): ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવાના રોજ બીજી T-20 ક્રિકેટ મેચ યોજાનારી હતી. પરંતુ ઓલરાઉન્ડર કૃનાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મેચ સ્થગિત કરવામાં આવી છે.
કૃણાલના નજીકના સંપર્કમાં આવેલા 8 ખેલાડીના રિપોર્ટ નેગેટિવ
કૃણાલના નજીકના સંપર્કમાં આવેલા 8 ખેલાડીના પરિક્ષણ કરવામાં આવ્યા હતા જેમાં તમામ ખેલાડીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને તેઓ મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચો:ટેસ્ટ રેંકિગ બાદ T-20માં પણ ઓસ્ટ્રેલિયાઇ ટીમ પ્રથમ સ્થાને...
વેસ્ટ ઈન્ડિઝ-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ પણ સ્થગિત કરવી પડી હતી
તાજેતરમાં, 22 જુલાઈએ વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ પણ કોરોના વાયરસને કારણે સ્થગિત કરવી પડી હતી. બીજી વનડે મેચમાં ટોસ પછી તરત જ કોરોના કેસ મળતાની સાથે જ બંને ટીમોના કેમ્પમાં હંગામો મચી ગયો હતો. મેચને રદ કરવાની જાહેરાત પ્રથમ બોલ ફેંકવાના કેટલાક મિનિટ પહેલા કરવામાં આવી હતી.
આ પણ વાંચો:હાર્દિક પંડ્યાની તોફાની ઈનિંગ, 55 બોલમાં અણનમ 158 રન ફટકાર્યા
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે એક નિવેદનમાં જણાવ્યું
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે એક નિવેદનમાં કહ્યું હતું કે, "ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી T-20 મેચ, જે 27 જુલાઇએ યોજાવાની હતી, હવે એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે. હવે તે 28 જુલાઈએ યોજાશે. તેમણે કહ્યું, "મંગળવારના રોજ સવારે મેચ પહેલા રેપિડ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. જેમાં કૃણાલ પંડ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તબીબી ટીમોએ નજીકના સંપર્કમાં આવેલા 8 સભ્યોની પરિક્ષણ કર્યું હતું. જો બધુ બરાબર ચાલે તો મેચ બુધવારે યોજાશે, સંપર્કમાં આવેલા તમામ ખેલાડીઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. મેચ અહીં આર પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે યોજાવાની છે. હવે બુધવાર અને ગુરુવારે સતત બે મેચ રમાશે.
આજે ઈન્ડિયા-શ્રીલંકા વચ્ચે બીજો ટી-20 મુકાબલો હતો
ભારત અને શ્રીલંકા શ્રેણીની વાત કરીએ તો આજે બંને ટીમો વચ્ચે બીજી T-20 મુકાબલો થવાનો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, સાંજે સાત વાગ્યે ટોસ થવાનો હતો જ્યારે મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થવાની હતી. જો કે, હવે કૃણાલ પંડ્યાને કોરોના થતાં આજની મેચ સ્થગિત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સીરિઝનો છેલ્લો ટી-20 મુકાબલો 29 જુલાઈના રોજ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે.