ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Army Murder Case: 'જવાન રાજકીય કારણોસર નહીં, પરંતુ કૌટુબિંક લડાઈમાં શહીદ થયો' - હત્યા પાછળ રાજકીય હેતુ હોવાનો આક્ષેપ

તમિલનાડુમાં સેનાના જવાનની હત્યા મામલે કૃષ્ણાગિરી જિલ્લાના એસપીનું નિવેદન સામે આવ્યું છે. એસપીએ કહ્યું કે આ હત્યા કેસમાં કેટલાક રાજકીય પક્ષો અને નેતાઓ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. જવાનનું શહીદ થવું દુર્ભાગ્યપૂર્ણ છે.

તમિલનાડુમાં સેનાના જવાનની હત્યા
તમિલનાડુમાં સેનાના જવાનની હત્યા

By

Published : Feb 16, 2023, 8:09 PM IST

કૃષ્ણાગિરીઃ કૃષ્ણાગિરી જિલ્લાના બોચમપલ્લીમાં રજાઓ માણવા ગયેલા જવાન પ્રભુની માર મારીને હત્યા કરવામાં આવી. આ હત્યાનો આરોપી ચિન્નાસ્વામી ડીએમકે પાર્ટીનો છે અને તેથી આ હત્યા પાછળ રાજકીય હેતુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ભાજપે ડીએમ ઓફિસમાં ફરિયાદ કરી છે. ભાજપે જાહેરાત કરી છે કે પૂર્વ સૈનિકો યુનિફોર્મમાં વિરોધ કરશે.

કૌટુબિંક લડાઈમાં શહીદ:મામલો જોર પકડતો જોઈને પોલીસ અધિક્ષક સરોજ કુમાર ઠાકુરે જણાવ્યું કે જવાનનું શહીદ થવું દુર્ભાગ્યપૂર્ણ છે. આ કેસમાં હત્યારો અને પીડિત નજીકના સગા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે આ મામલે કોઈ રાજકીય હેતુ નથી. આ હત્યામાં કોઈ રાજકીય પક્ષની વ્યક્તિ સામેલ ન હોવાનું જણાવતા તેમણે કહ્યું કે 8 ફેબ્રુઆરીએ જાહેર પાણીની પાઇપમાં સમસ્યા સર્જાઈ હતી. ત્યારબાદ ચિન્નાસ્વામી અને તેમના સંબંધીઓએ સૈનિક પ્રભુ અને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો. ત્યારબાદ 14મીએ જવાન પ્રભુનું અવસાન થયું હતું.

આ પણ વાંચો:MH Crime : મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન ઉત્તમ ખંડારે સામે દુષ્કર્મનો કેસ

9 આરોપીઓને રિમાન્ડ પર:પોલીસ અધિક્ષક સરોજ કુમાર ઠાકુરે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આ કેસમાં સંડોવાયેલા 9 આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. જિલ્લા એસપીએ કહ્યું કે કેટલાક રાજકીય પક્ષો અને નેતાઓ આ મામલે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.

ડીએમકેના નેતાઓ હત્યામાં સામેલ:ભાજપની પૂર્વ સૈનિક પાંખના પ્રદેશ અધ્યક્ષ રમણે આ મામલે કૃષ્ણાગિરી જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ડીએમકેના નેતાઓ આ મામલામાં સામેલ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈએ પોતાની ટ્વિટર પોસ્ટમાં જાહેરાત કરી છે કે રાજ્યભરમાં તમામ ભૂતપૂર્વ સૈનિકો યુનિફોર્મમાં વિરોધ કરશે.

આ પણ વાંચો:Check bounce case: કોંગ્રેસ નેતા દત્તા વિરૂદ્ધ સિટી કોર્ટે જારી કર્યું વોરંટ

શું હતો મામલો:8 ફેબ્રુઆરીના રોજ પોચમપલ્લીમાં વેલમપટ્ટી ખાતે પ્રભુ અને તેના ભાઈનો ડીએમકેના કોર્પોરેટર સાથે નગર પંચાયતની પાણીની ટાંકી પાસે કપડાં ધોવાને લઈને ઝઘડો થયો હતો. પ્રભુ અને પ્રભાકરન પર એ જ દિવસે સાંજે ચિન્નાસ્વામી અને તેમના સહયોગીઓ દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું બુધવારે મોત થયું હતું.

ABOUT THE AUTHOR

...view details