નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે કૃષ્ણ જન્મભૂમિ કેસમાં શાહી ઈદગાહ મસ્જિદના સર્વેને મંજૂરી આપી નહીં. શાહી ઈદગાહ મસ્જિદના સર્વને અટકાવવા માટે એક અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. જેમાં અલ્હાબાદ હાઈ કોર્ટના આદેશનો વિરોધ કરવામાં આવ્યો હતો. ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ દીપાંકર દત્તાની સંયુક્ત બેન્ચ સમક્ષ આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન ન્યાયાધીશ ખન્નાએ જણાવ્યું કે, હિન્દુ પક્ષ તરફથી કરવામાં આવેલ દલીલ અસ્પષ્ટ છે તે વિશિષ્ટ હોવી જોઈએ. તમે આવી દલીલમાં કંઈ નક્કી કરવાનું અદાલત પર ન છોડી શકો. તમે તમારા આવેદનમાં આપ શું ઈચ્છો છો તેવી સર્વવ્યાપી(પ્રાર્થના) ન કરી શકો.
સુપ્રીમ કોર્ટે 23મી જાન્યુઆરી 2024 સંદર્ભે નોટિસ પાઠવી છે. તેમણે કહ્યું કે, કેટલાક કાયદાકીય મુદ્દાઓ વિચાર માંગી લે છે, જેમાં અસ્મા લતીફ કેસના ચુકાદાના આલોકમાં પ્રશ્ન સામેલ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈ કોર્ટ સમક્ષ કાર્યવાહી યથાવત રહી શકે છે પરંતુ આયોગને હજૂ સુધી નિષ્પાદિત નહીં કરવામાં આવે.
મુસ્લિમ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા વકીલે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો હવાલો આપ્યો. વકીલે કહ્યું કે ટ્રાયલ કોર્ટે વચગાળાના જામીન આપતા પહેલા કેસની સ્થિરતા વિષયક પ્રાથમિક સંતુષ્ટિ મેળવી લેવી જોઈએ.
ન્યાયાધીશ ખન્નાએ કહ્યું કે, કેટલાક કાયદાકીય મુદ્દાઓ વિચાર માંગી લે છે, જેમાં આયુક્ત માટે આવેદન પણ બહુ અસ્પષ્ટ હોય છે. શું આ રીતે આવેદન કરવામાં આવે ? ત્રીજી બાબત સ્થળાંતરની છે. સંયુક્ત બેન્ચે કહ્યું કે, અમે આયોગની ક્રિયાન્વયનની સીમા સુધી વિવાદિત આદેશના કાર્યાન્વિત થવા પર રોક લગાવી રહ્યા છીએ.
- Shahi Idgah Mosque : મથુરાની શાહી ઇદગાહ મસ્જિદના ASI સર્વે અંગે અલ્હાબાદ હાઇકોર્ટનો આજે મહત્વનો નિર્ણય
- શ્રી કૃષ્ણ જન્મભૂમિ ઇદગાહ પ્રકરણ; સુપ્રીમ કોર્ટમાંથી મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, સર્વે અટકાવવાની માંગ કરતી અરજી ફગાવી દેવામાં આવી