ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પહેલા આઈશા, હવે કોમલ: સાસરિયાઓના ત્રાસથી કંટાળીને વધુ એક પરિણીતાએ વીડિયો બનાવીને કરી આત્મહત્યા

અમદાવાદની આઈશા ખાનની જેમ જ ઝારખંડના ધનબાદની એક પરિણિતાએ વીડિયો વાઈરલ કરીને આત્મહત્યા કરી છે. વીડિયોમાં તેણીએ પોતાની આપવીતી જણાવી હતી.

પહેલા આઈશા, હવે કોમલ
પહેલા આઈશા, હવે કોમલ

By

Published : May 21, 2021, 7:11 PM IST

Updated : May 21, 2021, 7:36 PM IST

  • અમદાવાદની આઈશાની જેમ જ ઝારખંડમાં પરિણિતાએ કરી આત્મહત્યા
  • આત્મહત્યા કરતા પહેલા રડતા રડતા બનાવ્યો હતો વીડિયો
  • વીડિયોમાં પતિ દ્વારા ગુજારવામાં આવતા દમન અંગે વ્યથા ઠાલવી

ધનબાદ: જિલ્લાના ધનસાર વિસ્તારમાં રહેતા રેલવે કર્મચારી આલોક કુમાર પ્રસાદની 21 વર્ષીય પત્ની કોમલ પટેલે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા તેણીએ અમદાવાદની આઈશાની જેમ જ એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે રડતા રડતા પોતે આત્મહત્યા શા માટે કરી રહી છે, તે જણાવી રહી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ કર્યા બાદ તેણીએ આત્મહત્યા કરી લીધી હતી.

કોમલ પટેલ દ્વારા આત્મહત્યા કરતા પહેલા બનાવવામાં આવેલો વીડિયો

"સોરી પપ્પા, મેં તમારી વાત ના માની"

વીડિયોમાં મૃતક કોમલ અશ્રુભીની આંખોએ કહી રહી છે કે, "આઈ એમ સોરી, હું સુસાઈડ કરવા જઈ રહી છું. સાસરે આવીને મેં ભૂલ કરી છે. સોરી પપ્પા, મેં તમારી વાત ના માની. મને લાગ્યું કે મારો પતિ સુધરી ગયો છે, પણ ફરીથી તેણે મારી સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. મરતા પહેલા હું મારા પિતાને કહેવા માંગુ છું કે, મારા દિકરાનું ધ્યાન રાખજો. તમારો જ પુત્ર સમજીને તેને રાખજો."

મૃતક કોમલ તેણીના પતિ આલોક અને પુત્ર સાથે

2 વર્ષ પહેલા જ થયા હત લગ્ન

મૃતક કોમલના પિતા ઉમેશ પ્રસાદે કોમલના પતિ આલોક કુમાર પ્રસાદ, સાસુ, નણંદ સહિતના સાસરિયાઓ વિરૂદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. આ ઘટના બાદ આલોક પોતાના સમગ્ર પરિવાર સાથે ફરાર છે. 2 વર્ષ પહેલા જ કોમલના લગ્ન પાથરડીહ ગ્રુપ ડીમાં કાર્યરત આલોક કુમાર પ્રસાદ સાથે થયા હતા. મૃતકના પરિવારે એ પણ આક્ષેપ કર્યા છે કે, લગ્ન બાદ આલોકના પરિવારજનોએ ફોર વ્હીલ કારની પણ માંગણી કરી હતી.

શું હતો આઈશા આત્મહત્યા કેસ?

સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી આત્મહત્યા કરનાર આઈશા ખાનના કેસ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. દેસાઈના જણાવ્યા પ્રમાણે, 25 ફેબ્રુઆરીના રોજ ઘરેથી નિકળ્યા બાદ તેણીના સાસુ અને સસરા સાથે અણબનાવ બનતા તેણીએ વટવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદથી આઈશા સાસરીમાં જવા તૈયાર નહોતી. આ મામલે તેના માતાપિતાએ તેને સમજાવી હતી, પરંતુ જ્યારે આઈશાએ આત્મહત્યા કરી, તે પહેલાં પતિ આરીફ સાથે તેણીએ ફોન પર વાત કરી હતી. જેમાં પોતે આત્મહત્યા કરી રહી હોવાનું જણાવ્યું હતું. જેના જવાબમાં આરીફે તેણીને "તારે મરવું હોય તો મરી જા, પરંતુ મરવાનો વીડિયો મને મોકલજે." એમ કહ્યું હતું. જેના કારણે આઈશાએ પોતાનો વીડિયો બનાવીને આત્મહત્યા કરી લીધી હતી.

આઈશા ખાન દ્વારા આત્મહત્યા કરતા પહેલા બનાવવામાં આવેલો વીડિયો

આઈશાએ શું કહ્યું હતું વીડિયોમાં...

આઈશાએ બનાવેલા વિડીયોમાં જણાવ્યું હતું કે, "હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન...ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું... ઇસમે કિસીકા દોર ઔર દબાવ નહિ હે અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકિ ઝીંદગી ઇતની હોતી હે... ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે. ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો, નહિ કરના, આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફસે ઉસે પરેશાન થોડી કરેગે?

અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે, ચલો અપની ઝીંદગી તો યહી તક હે. મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ?, મા-બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે, પર શાયદ કહી કમી રેહ ગઈ, મુજમે યા શાયદ તકદીર મેં, મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું, અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે.

એક ચીઝ જરૂર સીખ રહી હું મોહબબત કરની હે તો દો તરફા કરો, એક તરફા મેં કુછ હાસિલ નહીં હે. ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે, એ પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે, ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું, ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના, મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે. ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચૂકી હું કાફી હે, થેંક્યું. મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે..ચલો અલવિદા.

Last Updated : May 21, 2021, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details