કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ દુર્ગા પૂજાને હેરિટેજ જાહેર (Kolkata Durga Puja gets heritage status) કરવા બદલ યુનેસ્કોનો આભાર (Mamata Banerjee Takes Out a Rally Thanking UNESCO) માનવા માટે ઉત્તર કોલકાતામાં રેલી કાઢી હતી. તેમની સાથે તૃણમૂલ કોંગ્રેસના અન્ય નેતાઓ હાજર હતા. પશ્ચિમ બંગાળની દુર્ગા પૂજાને યુનેસ્કો દ્વારા સાંસ્કૃતિક ધરોહરનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેથી આ દુર્ગા પૂજાને યાદગાર બનાવવા માટે રાજ્ય સરકાર એક મહિના અગાઉથી કાર્યક્રમોનું આયોજન કરવા જઈ રહી છે.
આ પણ વાંચો :શા માટે સ્ત્રીઓ રાખે છે ઋષિ પંચમીનું વ્રત, જાણો તેની પૂજાની વિધિ અને કથા
કોલકાતા દુર્ગા પૂજાને હેરિટેજનો મળ્યો દરજ્જો :મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રાજ્ય સચિવાલયમાં જણાવ્યું હતું કે, આ વર્ષનો દુર્ગા પૂજા તહેવાર ગુરુવાર (1 સપ્ટેમ્બર, 2022) થી શરૂ થશે. યુનેસ્કો દ્વારા પૂજાને સાંસ્કૃતિક વારસો જાહેર (Kolkata Durga Puja gets heritage status) કર્યાની ખુશીમાં બપોરે 2 વાગ્યાથી ધન્યવાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ રંગારંગ શોભાયાત્રા મહાનગરમાં જોરાસાંકોના ઠાકુરબારી ગેટથી ચિત્તરંજન એવન્યુ થઈને રેડ રોડ સુધી કાઢવામાં આવી હતી, આ શોભાયાત્રાનું નેતૃત્વ ખુદ મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કર્યું હતું. કોલકાતા ઉપરાંત હાવડા અને બિધાનનગરની પૂજા સમિતિઓએ પણ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. મહાનગરની સાથે સાથે દરેક જિલ્લામાં પણ એક જ સમયે આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં વિવિધ પૂજા સમિતિઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને દુર્ગા પૂજાના પ્રતીકો સાથે જોડાયા હતા.
પ્લેટફોર્મની આસપાસ સુરક્ષા માટે 10 ડીસી હાજરકોલકાતા પોલીસે રાજ્ય સરકાર દ્વારા કાઢવામાં આવેલા શોભાયાત્રા માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી હતી. શોભાયાત્રામાં કોલકાતા પોલીસ વતી 3 હજાર પોલીસકર્મીઓ તૈનાત હતા. 22 ડેપ્યુટી કમિશનર (DC) અને 40 આસિસ્ટન્ટ કમિશનર (AC) રેન્કના અધિકારીઓએ પણ સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખી હતી. સુરક્ષા માટે ગીરીશ પાર્કથી ડોરીના ક્રોસિંગ સુધી 55 પોલીસ પીકેટ બનાવવામાં આવી હતી. રેડ રોડમાં બનનારા પ્લેટફોર્મની આસપાસ સુરક્ષા માટે 10 ડીસી હાજર હતા.
આ પણ વાંચો :ઘર છે કે મંગલમૂર્તિનું મ્યુઝિયમ, 600થી વધારે મૂર્તિનું ક્લેક્શન
ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદારે મમતા બેનર્જી પર લગાવ્યો આરોપ :અહીં ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદારે આરોપ લગાવ્યો કે, મમતા બેનર્જી યુનેસ્કો દ્વારા દુર્ગા પૂજાના હેરિટેજ સ્ટેટસનો શ્રેય લેવાનો પૂરો પ્રયાસ કરી રહી છે, જ્યારે તેના હકદાર માલિક પ્રેસિડેન્સી કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર અને સંશોધક તૃપ્તિ ગુહા ઠાકુરતા છે. મમતા બેનર્જી બિનજરૂરી રીતે ક્રેડિટ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, તૃપ્તિ ગુહા ઠાકુર્તા 2003થી દુર્ગા પૂજા પર સંશોધન કરી રહી હતી. તેમણે તેમના અંગત પ્રયાસોથી માન્યતા મેળવવા માટે યુનેસ્કોનો સંપર્ક કર્યો હતો. માન્યતા મેળવવા માટે, તેણે યુનેસ્કોનું ફોર્મ ભરવાની સાથે 20 પસંદ કરેલા ફોટા અને એક વીડિયો મેઇલ કર્યો હતો. તેમણે કલકત્તા સેન્ટર ફોર સ્ટડીઝ ઇન સોશિયલ સાયન્સના ડિરેક્ટર તરીકે આ કર્યું છે. તેમના આ પ્રયાસને કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે મંજૂરી આપી હતી, ત્યારબાદ જ તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું હતું.