ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કૉફી વિથ કરણ 8: કરણે અર્જુનને પુછ્યું, મલાઈકા સાથે ક્યારે લગ્ન કરીશ ? એક્ટરે આપ્યો આ જવાબ - એક્ટર અર્જૂન કપૂર

કૉફી વિથ કરણ 8ના હાલના રિલીઝ એપિસોડમાં ગેસ્ટ તરીકે એક્ટર અર્જુન કપૂર અને આદિત્ય રૉય કપૂર આવ્યાં હતાં. જ્યાં કરણે બંનેને પર્સનલ લાઈફને લઈને સવાલ કર્યા. આ વચ્ચે તેણે અર્જુન કપૂરને પુછ્યું કે, તે ક્યારે લગ્ન કરી રહ્યાં છે. ત્યારે એક્ટરે મલાઈકા સાથે લગ્નને લઈને મોટી હિન્ટ આપી.

કૉફી વિથ કરણ 8:
કૉફી વિથ કરણ 8:

By ETV Bharat Gujarati Team

Published : Dec 14, 2023, 5:59 PM IST

મુંબઈ: કરણ જોહરના શો કોફી વિથ કરણ 8ના નવા એપિસોડમાં અર્જુન કપૂર અને આદિત્ય રૉય કપૂરને કેટલાંક પર્સનલ પ્રશ્નો કર્યા. શોમાં અર્જુન કપૂરે પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ મલાઈકા અરોડા સાથે લગનના પ્લાન વિશે ખુલાસો કર્યો. અર્જુને ખુલીને વાત કરી અને પોતાની વાત કરી અને પોતાની લૉંગ ટાઈમ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ મલાઈકા અરોડા સાથે પોતાના સંબંધ વિશે વાત કરી. હોસ્ટ કરણ જોહરે એ પણ પુછ્યું કે શુ તેમની પાસે પોતાના સંબંધને આગળ વધારવા માટેને કોઈ યોજના છે.

જ્યારે કરણ જોહરે અર્જુન કપૂરને મલાઈકા અરોરા સાથેના તેના સંબંધો વિશે પૂછ્યું, ત્યારે અભિનેતાએ જવાબ આપ્યો, 'હું તેના વિશે વિચારું છું, અને જેટલું મને તમારા શોમાં આવવું પસંગ છે અને તેના વિશે સ્પષ્ટ અને પ્રમાણિક રહેવું ગમે છે. તેણે આગળ કહ્યું, 'મને લાગે છે કે તેના વિના અહીં બેસીને ભવિષ્ય વિશે વાત કરવી યોગ્ય નથી. મને લાગે છે કે તે સૌથી સન્માનિય વાત હશે. એકવાર જ્યારે અમે તે સ્તર પર પહોંચી જઈશું, તો અમે સાથે આવીશું અને તેના વિશે વાત કરીશું. હું ફક્ત એટલું જ કહીશ કે હું ખુબ જ ઉત્સાહિત છું. અર્જુને વધુમાં કહ્યું કે, જો તે એકલા આ વિશે વાત કરશે તો તે સંબંધ માટે સારું નહીં હોય.

બીજી તરફ આદિત્ય રોય કપૂરે પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડની કોમેન્ટ વિશે વાત કરી હતી. કરણ જોહરે આદિત્યને પૂછ્યું, તો તેણે કહ્યું કે 'આ એક અફવા છે અને મેં તેને પૂછ્યું પણ હતું કે તમે અનન્યા પાંડેને ડેટ કરી રહ્યા છો. જેના જવાબમાં આદિત્યએ કહ્યું, 'જુઓ કરણ, તે તારા શોમાં કહ્યું હતું કે 'મને કોઈ રહસ્ય ન પૂછો અને હું તમારી સાથે કોઈ જૂઠું નહીં બોલીશ'.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અર્જુન કપૂર તાજેતરમાં ભૂમિ પેડનેકર સાથે 'ધ લેડી કિલર'માં જોવા મળ્યો હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. બીજી તરફ, આદિત્ય રોય કપૂર છેલ્લે 'ગુમરાહ' અને 'ધ નાઈટ મેનેજર 2'માં જોવા મળ્યો હતો. આ પછી તે 'મેટ્રો ઇન ડીનો'માં જોવા મળશે.

  1. રણબીરની 'એનિમલ' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, ફિલ્મે 450 કરોડનો આંકડો પાર કર્યો
  2. કેટરિના કૈફે એક્સ બોયફ્રેન્ડ સલમાન ખાન સાથેના સંબંધો વિશે કર્યો ખુલાસો, કહ્યું- તેની સાથે રહેવાનો અર્થ છે….

ABOUT THE AUTHOR

...view details