કોડરમા: જિલ્લાના થર્મલ પાવર પ્લાન્ટમાં ગુરુવારે સાંજે ચીમનીમાં લિફ્ટનો વાયર તૂટી જતાં ચાર લોકોના મોત થયા હતા. જે બાદ ચીમની ઉપર ફસાયેલા 20 જેટલા મજૂરોને બચાવી લેવાયા હતા અને ઘણી જહેમત બાદ નીચે લાવવામાં આવ્યા હતા.
કોડરમા થર્મલ પાવર પ્લાન્ટ પરિસરમાં ચીમનીનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. લગભગ 80 મીટરની ઉંચાઈ સુધી ચીમની બનાવવામાં આવી છે. આ દરમિયાન, બાંધકામના કામમાં લાગેલી લિફ્ટનો વાયર તૂટી ગયો અને તેના પરના 4 મજૂરો મૃત્યુ પામ્યા હતા.