ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોણ છે મમતા સામે ચૂંટણી લડનાર પ્રિયંકા ટિબરેવાલ - mamata agaisnt priyanka

પશ્ચિમ બંગાળની મુખ્યપ્રધાન મમતા બેનર્જી ભવાનીપુરથી ચૂંટણી લડી રહ્યાં છે. કોંગ્રેસેએ પહેલાં જ જાહેરાત કરી દીધી છે કે આ સીટ પરથી તેઓ કોઇ પણ ઉમેદવાર ઉભો નહીં રાખે જો કે ભાજપે આ બેઠક પરથી પ્રિયંકા ટિબરેવાલને મેદાનામાં ઉતાર્યા છે.

કોણ છે મમતા સામે ચૂંટણી લડનાર પ્રિયંકા ટિબરેવાલ
કોણ છે મમતા સામે ચૂંટણી લડનાર પ્રિયંકા ટિબરેવાલ

By

Published : Sep 10, 2021, 6:07 PM IST

  • બંગાળના મુખ્યપ્રધાન સામે ચૂંટણી લડશે પ્રિયંકા ટિબરેવાલ
  • કોલકાતા હાઇકોર્ટના વકીલ છે ટિબરેવાલ
  • ટિબરેવાલ ભાજપમાં યુવા મોર્ચાની ઉપાધ્યક્ષ પણ છે

ન્યૂઝ ડેસ્ક: પ્રિયંકા ટિબરેવાલનો જન્મ 7 જુલાઇ 1981ના રોજ કોલકાતામાં થયો હતો. તેમણે ગોલ્ડસ્મિથ સ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. બાદમાં તેઓએ દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. વર્ષ 2007માં હજારા કોલેજમાંથી લૉની ડિગ્રી મેળવી હતી. તેમણે થાઇલેન્ડથી એમબીએ પણ કર્યું છે. તેઓ ભાજપમાં યુવા મોર્ચાની ઉપાધ્યક્ષ છે.

કોલકાતા હાઇકોર્ટના વકીલ છે ટિબરેવાલ

કોલકાતા હાઇકોર્ટની વકીલ છે પ્રિયંકા ટિબરેવાલ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પછી રાજ્યમાં ફેલાયેલી હિંસા અને ભાજપ દ્વારા આપવામાં નિવેદન કે ટીએમસી કાર્યકર્તાઓ દ્વારા તેમના કાર્યકર્તાઓ સાથે થતી મારપીટ મુદ્દે પ્રિયંકા ખૂબ જ સક્રિય રહી છે. તેણે આગળ વધીને પાર્ટીમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. જેના કારણે આલાકમના તેનાથી ખૂબ જ પ્રભાવિત છે. પ્રિયંકા કોલકાત્તા હાઇકોર્ટના વકીલ પણ છે. તેમની અરજીના આધાર પર જ ભાજપના નેતા અભિજીત સરકારનું ફરી પોસ્ટ મોર્ટમ કરવાનો હાઇકોર્ટે આદેશ આપ્યો હતો. આ ઉપરાંત તેઓ પૂર્વ કેન્દ્રિય પ્રધાન બાબુલ સુપ્રિયોની કાયદાકિય સલાહકાર પણ રહી ચુકી છે તેઓ વર્ષ 2014માં ભાજપ સાથે જોડાયા હતાં.

ABOUT THE AUTHOR

...view details