ન્યૂઝ ડેસ્ક : રાજીવ કુમારને દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા (New Chief Election Commissioner Rajiv Kumar) છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજીવ કુમાર 15 મેથી મુખ્ય ચૂંટણી પંચ કમિશ્નર (CEC) તરીકેનો કાર્યભાર સંભાળશે. કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ મુખ્ય ચૂંટણી પંચ તરીકે રાજીવ કુમારની નિમણૂકની જાહેરાત કરી હતી. રાજીવ કુમાર સુશીલ ચંદ્રાનું સ્થાન લેશે, જેમણે છેલ્લી પાંચ વિધાનસભા ચૂંટણીઓ સહિત અનેક ચૂંટણીઓ યોજી હતી. વર્તમાન CEC સુશીલ ચંદ્રાનો કાર્યકાળ 14 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તો ચાલો જાણીએ કે, નવા મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર કોણ છે, તેઓ પહેલા ક્યાં પદ પર સેવા આપી ચૂક્યાં છે.
આ પણ વાંચો :નવા મુખ્ય ચૂંટણી કમિશનરની કરાઇ નિયુક્ત, જાણો ક્યારે સંભાળશે ચાર્જ
1984 બેચના અધિકારી :રાજીવ કુમારનો જન્મ 19 ફેબ્રુઆરી 1960ના રોજ થયો હતો. બિહાર-ઝારખંડ કેડરના 1984 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી, તેમણે 36 વર્ષ સુધી વહીવટી સેવાઓમાં સેવા આપી છે અને ફેબ્રુઆરી 2020 માં નિવૃત્ત થયા છે. 1 સપ્ટેમ્બર 2020 ના રોજ, તેઓ ચૂંટણી કમિશ્નર (Election Commissioner) તરીકે ભારતના ચૂંટણી પંચમાં જોડાયા છે.